News of Sunday, 1st June 2025
હિમાચલ પ્રદેશમાં ગોઝારો અકસ્માતઃ પાંચ લોકોનાં કમકમાટી ભર્યા મોતઃ ૧ ગંભીર
વાહન કમંડ પુલ પર પહોંચતાની સાથે જ અચાનક ડ્રાઇવરે વાહન પરથી કાબુ ગુમાવ્યો અને વાહન પુલની રેલિંગ સાથે અથડાઈને પલટી હતી, ટક્કર એટલી ગંભીર હતી કે કારની પાછળની સીટ પર બેઠેલા ચાર લોકો તેમના સામાન સાથે બહાર ફેંકાઈ ગયો હતો

નવી દિલ્હીઃ હિમાચલના મંડી જિલ્લામાં આજે એક ગંભીર માર્ગ અકસ્માત થયો, જેમાં પાંચ લોકોના મોત થયા. ઘટના આજે સવારે ઘટી હતી.. મંડીમાં IIT કમંડ પાસે બનેલા નવા પુલ પર એક ટેમ્પો પલટી ખાઇ ગયો હતો..ટેમ્પોમાં 6 લોકો સવાર હતા. જેમાંથી પાંચ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો છે. જેની સારવાર ઝોનલ હોસ્પિટલ મંડીમાં ચાલી રહી છે.
ડીએસપી પધાર દેવ રાજે જણાવ્યું હતું કે આજે સવારે એક વાહન (પીબી ૦૨ ઇજી ૪૫૪૩) આઇઆઇટી કમાન્ડ માટે તંબુનો સામાન લઈ જઈ રહ્યું હતું. કારમાં આગળ ડ્રાઇવર સાથે એક વ્યક્તિ સવાર હતી, જ્યારે પાછળની સીટમાં ચાર લોકો સામાન સાથે બેઠા હતા.
વાહન કમંડ પુલ પર પહોંચતાની સાથે જ અચાનક ડ્રાઇવરે વાહન પરથી કાબુ ગુમાવ્યો અને વાહન પુલની રેલિંગ સાથે અથડાઈને પલટી ગયું. ટક્કર એટલી ગંભીર હતી કે કારની પાછળની સીટ પર બેઠેલા ચાર લોકો તેમના સામાન સાથે બહાર ફેંકાઈ ગયા. આ અકસ્માતમાં પાંચ લોકોના દુઃખદ મોત થયા હતા. જ્યારે ડ્રાઇવરને ગંભીર ઇજા પહોંચી છે. જેમને સારવાર માટે ઝોનલ હોસ્પિટલ મંડી લઈ જવામાં આવ્યા હતા.
(4:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
