News of Sunday, 1st June 2025
હરિયાણાના સિરસામાં યુવકની નિર્દયી હત્યા: ખાટલા સાથે બાંધવી મૃત્યુ ન પામે ત્યાં સુધી લાઠી દંડાથી પીટીને હત્યા કરી

હરિયાણાના સિરસા જિલ્લાના રૂપાવાસ ગામમાં એક ચોંકાવનારી ઘટનામાં યુવક સાંવરાની પડોશીઓએ અપહરણ કરી, ખાટલા સાથે બાંધી, મરી ન જાય ત્યાં સુધી બેરહેમીથી લાકડી-ડંડાથી પીટીને હત્યા કરી નાખી. આ ઘટના શુક્રવારે મોડી રાત્રે એક યુવતીને ભગાડી જવાની રંજીશમાં બની. પોલીસે યુવકના પિતાના નિવેદનના આધારે યુવતીના પિતા રોહતાસ સહિત આઠ લોકો સામે હત્યાનો ગુનો નોંધ્યો છે.
પોલીસના જણાવ્યા અનુસાર, સાંવરાનો ચચેરો ભાઈ ઈશ્વર ગામની એક યુવતીને ભગાડી ગયો હતો, જેમાં સાંવરાની સંડોવણીની શંકાને લીધે બંને પરિવારો વચ્ચે ઝઘડો થયો. ગામની પંચાયતના આદેશથી બંને પરિવારોએ 25 એપ્રિલે ગામ છોડી દીધું હતું. 35 દિવસ બાદ સાંવરા પોતાના પિતા અને ભાભી સાથે ગામ પરત ફર્યો ત્યારે આરોપીઓએ તેનું અપહરણ કરી, ચારપાઈ સાથે બાંધીને નિર્દયતાથી માર માર્યો, જેથી તેનું મોત થયું.
સાંવરાના પિતા રામેશ્વરે જણાવ્યું કે, પંચાયતમાં સરપંચે ગામ પરત ફરવા કહ્યું હતું, પરંતુ ગામમાં પહોંચતાં જ આરોપીઓએ તેમનો રસ્તો રોકી સાંવરા પર હુમલો કર્યો. પિતા અને ભાભીએ બચાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેમને પણ મારવામાં આવ્યા. આરોપીઓ હાલ ફરાર છે, અને પોલીસે તેમની ધરપકડ માટે પાંચ ટીમો બનાવી છે.
ગ્રામજનોના જણાવ્યા પ્રમાણે, સાંવરાએ પણ એક મહિના અગાઉ એક યુવતીને ભગાડી હતી, પરંતુ તે પછી સમાધાન થઈ ગયું હતું. પોલીસે નિષ્પક્ષ તપાસની ખાતરી આપી છે, અને શનિવારે સાંવરાનો અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો.
(12:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
