<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 26th May 2025

૪ રાજ્‍યોની ૫ વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણીની જાહેરાત

જૂનમાં ફરી જામશે ચૂંટણીનો માહોલ!

 

 

નવી દિલ્‍હી,તા.૨૬: દેશનાં ચાર રાજ્‍યોમાં ફરી ચૂંટણીની માહોલ જોવા મળી શકે છે. ભારતીય ચૂંટણી પંચે આજે દેશના ચાર રાજ્‍યો ગુજરાત, કેરળ, પંજાબ અને પヘમિ બંગાળની પાંચ વિધાનસભા બેઠકો માટે પેટા ચૂંટણીની જાહેરાત કરી છે. આ પાંચેય બેઠકો ખાલી પડવાનું કારણ ધારાસભ્‍યોના રાજીનામા કે નિધન છે. આ બેઠકો માટે ૧૯ જૂન, ૨૦૨૫ના રોજ મતદાન થશે અને ૨૩ જૂન, ૨૦૨૫ના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે.

દેશના ચાર રાજ્‍યોની કુલ પાંચ વિધાનસભા બેઠકો પર પેટા ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. જેમાં ગુજરાતની કડી બેઠક કે જે ધારાસભ્‍ય કરસનભાઈ સોલંકીના નિધનને કારણે ખાલી પડી હતી અને જૂનાગઢ જિલ્લાની વિસાવદર બેઠક આમ આદમી પાર્ટીના ધારાસભ્‍ય ભૂપત ભાયાણીના રાજીનામાને કારણે ખાલી હતી, તે બંને બેઠક પર પેટા ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે.

તે ઉપરાંત કેરળની નિલામ્‍બુર બેઠક પી.વી. અનવરના રાજીનામાને કારણે ખાલી પડી છે, પંજાબની લુધિયાણા પヘમિ બેઠક ગુરપ્રીત બસ્‍સી ગોગીના નિધનને કારણે ખાલી છે તેમજ પヘમિ બંગાળની કાલીગંજ બેઠક નસીરુદ્દીન અહેમદના નિધનને કારણે ખાલી છે. આ ત્રણે બેઠક પર પેટા ચૂંટણીની જાહેરાત કરવામા આવી છે.

ચૂંટણી પંચ દ્વારા જે બેઠકો પર પેટા ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે ત્‍યાં ૨૬મી મેના રોજ ગેઝેટ નોટિફિકેશન બહાર પાડવામાં આવશે, તેમજ ૨જી જૂન ઉમેદવારી ભરવાની છેલ્લી તારીખ રહેશે. ઉમેદવારે ૫મી જૂન સુધીમાં ઉમેદવારી પાછી ખેંચવાની રહેશે. ૧૯ મી જૂનના રોજ આ બેઠકો પર મતદાન થશે તેમજ ૨૩મી મેના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે.(૪૦.૬)

(9:53 AM IST)