News of Sunday, 11th May 2025
આપણે ત્રીજા દેશની મધ્યસ્થી શા માટે સ્વીકારીએ? ભારતીય સેના બહાદુરી બતાવવામાં પાછળ ન હટ્યા પરંતુ ત્રીજા દેશની એન્ટ્રી કેમ ?
કોંગ્રેસ સાંસદ ઇમરાન મસૂદે ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધ વિરામમાં અમેરિકાની મધ્યસથી સામે સવાલ ઉઠાવ્યા

નવી દિલ્હી :કોંગ્રેસ સાંસદ ઇમરાન મસૂદે ભારત-પાકિસ્તાન કરાર પર કહ્યું કે ભારતીય સેનાએ પોતાની બહાદુરી બતાવવામાં પાછળ ન હટ્યા પરંતુ અચાનક ત્રીજા દેશે કહ્યું કે અમે યુદ્ધવિરામની જાહેરાત કરી છે. અમને બહારથી ખબર પડી રહી છે કે યુદ્ધવિરામ થયો છે. આખો દેશ જાણવા માંગે છે કે પહેલગામના હત્યારાઓ ક્યાં છે? દેશને ખબર હોવી જોઈએ કે શું થયું? આપણે ત્રીજા દેશની મધ્યસ્થી શા માટે સ્વીકારીએ? કાશ્મીર આપણું હતું અને આપણું જ રહેશે. આપણે કાશ્મીર વિશે અમેરિકા સાથે વાત કરવા કેમ તૈયાર હોઈશું? એટલા માટે અમે વારંવાર કહીએ છીએ કે અમને ઇન્દિરાની ખૂબ યાદ આવે છે.
(7:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
