<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 11th May 2025

જેસલમેરમાં આજે રાત્રે સાડા સાતથી સવારના છ વાગ્યા સુધી બ્લેકઆઉટ જાહેર

સાવચેતીના ભાગરૂપે જિલ્લા વહીવટી તંત્રનો આદેશ : તમામ નાગરિકોને ઘર અને આસપાસની લાઈટો બંધ રાખવા અનુરોધ

જેસલમેર, રાજસ્થાન, તા. ૧૧ (સાંજે ૬:૪૮): જેસલમેર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આજે એક મહત્વપૂર્ણ આદેશ જાહેર કરવામાં આવ્યો છે. સાવચેતીના પગલાં રૂપે, આજે રાત્રે ૭:૩૦ થી આવતીકાલે સવારે ૬:૦૦ વાગ્યા સુધી સમગ્ર જેસલમેરમાં બ્લેકઆઉટ જાહેર કરવામાં આવ્યો છે.
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ નાગરિકોને વિનંતી કરવામાં આવી છે કે તેઓ પોતાના ઘર અને આસપાસના વિસ્તારોની તમામ લાઈટો આ સમયગાળા દરમિયાન બંધ રાખે. આ નિર્ણય પ્રવર્તમાન સુરક્ષા પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. નાગરિકોને તંત્ર દ્વારા આપવામાં આવેલા આદેશનું પાલન કરવા સહકાર આપવા અનુરોધ કરવામાં આવે છે.

 

(6:54 PM IST)