News of Sunday, 11th May 2025
UNSCમાં પાકિસ્તાનને ઘેરવાની તૈયારી: ભારત આતંકવાદ પર પુરાવા રજૂ કરશે
હવે ભારત આંતરરાષ્ટ્રીય મંચ પર કડક વલણ અપનાવશે: પાકિસ્તાન બરાબરનું ફસાયું

નવી દિલ્હી : પહલગામ આતંકવાદી હુમલા બાદ, ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ચરમસીમાએ છે. ભારતે 8 મેના રોજ આતંકવાદીઓ સામે મોટી કાર્યવાહી કરી અને પાકિસ્તાનમાં 9 આતંકવાદી ઠેકાણા તોડી પાડ્યા. આ પછી, બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણો વધી. બદલામાં, ભારતે પાકિસ્તાનને ઘૂંટણિયે પાડી દીધું. આ પછી, પાકિસ્તાને 10 મેના રોજ ભારતને યુદ્ધવિરામ માટે વિનંતી કરવાનું શરૂ કર્યું. યુદ્ધવિરામની જાહેરાત પછી, હવે હુમલામાં સામેલ આતંકવાદીઓના પાકિસ્તાન સાથે જોડાણ હોવાના નક્કર પુરાવા સામે આવ્યા બાદ ભારત આંતરરાષ્ટ્રીય મંચ પર કડક વલણ અપનાવવા જઈ રહ્યું છે.
સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, ભારત સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ મોકલી રહ્યું છે. જ્યાં 1267 પ્રતિબંધ સમિતિની આગામી બેઠકમાં આતંકવાદમાં પાકિસ્તાનની સંડોવણીના પુરાવા રજૂ કરવામાં આવશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ભારત પાસે મજબૂત પુરાવા છે કે પહેલગામ હુમલો પાકિસ્તાનમાં આયોજન કરવામાં આવ્યો હતો અને લશ્કર-એ-તૈયબા (LET) જેવા પ્રતિબંધિત આતંકવાદી સંગઠનોનો તેમાં સીધો હાથ છે. આતંકવાદી સંગઠન TRF એ આ હુમલાની જવાબદારી લીધી હતી. TRF લશ્કર-એ-તૈયબા સાથે સંકળાયેલું એક નવું સંગઠન છે. આ હુમલા પછી, ભારતીય સેનાએ LOC પર જવાબી કાર્યવાહી તીવ્ર બનાવી, જેના કારણે પાકિસ્તાનની ઊંઘ ઉડી ગઈ.
(6:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
