News of Sunday, 11th May 2025
સોમવારે શેરબજારમાં રજા હશે કે ચાલુ રહેશે. ? શું બુદ્ધ પૂર્ણિમાના દિવસે NSE અને BSE પર નિયમિત ટ્રેડિંગ થશે ?
સોમવારે દેશભરમાં બુદ્ધ પૂર્ણિમા ઉજવવામાં આવશે ત્યારે શેરબજારમાં ચાલુ રહેશે.?

મુંબઈ :ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધના વાતાવરણ વચ્ચે શેરબજાર (Stock Market) માં અસર જોવા મળી રહી છે. ગયા અઠવાડિયાના છેલ્લા બે સત્રોમાં વેચવાલી જોવા મળી હતી. શુક્રવારે BSE સેન્સેક્સ 1.10 ટકા એટલે કે 880 પોઈન્ટ ઘટીને 79,454 પર બંધ થયો.
એવી જ રીતે NSE નિફ્ટી 1.10 ટકા અથવા 265 પોઈન્ટના ઘટાડા સાથે 24,008 પર બંધ થયો હતો. હવે આવતા અઠવાડિયે સોમવારે દેશભરમાં બુદ્ધ પૂર્ણિમા (Buddha Purnima 2025) ઉજવવામાં આવશે. આ સ્થિતિમાં રોકાણકારો જાણવા માંગે છે કે સોમવારે શેરબજારમાં રજા રહેશે કે ચાલુ રહેશે.
જ્યારે બોમ્બે સ્ટોક એક્સચેન્જ પર રજાઓની યાદી જોવામાં આવે ત્યારે જાણવા મળ્યું કે શેરબજારમાં બુદ્ધ પૂર્ણિમાના દિવસે કોઈ રજા નથી. આ સ્થિતિમાં ભારતીય શેરબજાર 12મી મે 2025ના રોજ બુદ્ધ પૂર્ણિમાના દિવસે ખુલ્લું રહેશે. એટલે કે આ દિવસે NSE અને BSE પર નિયમિત ટ્રેડિંગ ચાલુ રહેશે.
(5:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
