News of Sunday, 11th May 2025
પાકિસ્તાને ફરી કંઈક કર્યું તો ઘરમાં ઘૂસીને મારીશું : વડાપ્રધાન મોદીએ અમેરિકાને સ્પષ્ટ શબ્દોમાં સંભળાવી દીધું
જો પાકિસ્તાને ફરીથી કોઈ હરકત કરી તો ભારત જડબાતોડ જવાબ આપશે : અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વેન્સ સાથેની વાતચીતમાં વડાપ્રધાન મોદીનો સ્પષ્ટ સંદેશ

નવી દિલ્હી : ભારત અને પાકિસ્તાન વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા તણાવ બાદ શનિવારે યુદ્ધવિરામ પર સહમતિ સધાઈ હતી. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો હતો કે તેમણે જ બંને દેશો વચ્ચે મધ્યસ્થી કરાવી છે. પરંતુ ભારતે આ દાવાને સંપૂર્ણપણે નકારી કાઢ્યો હતો.
ભારતે સ્પષ્ટ કર્યું હતું કે પાકિસ્તાને ફોન કરીને ભારત પાસે યુદ્ધવિરામની વિનંતી કરી હતી. હવે સમાચાર એજન્સી એએનઆઈએ ન્યૂયોર્ક ટાઈમ્સના રિપોર્ટને ટાંકીને દાવો કર્યો છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકી ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વેન્સ વચ્ચે વાતચીત થઈ હતી, જેમાં પીએમ મોદીએ વેન્સને સ્પષ્ટ શબ્દોમાં ભારતનું સ્ટેન્ડ સમજાવી દીધું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાને સ્પષ્ટ સંદેશ આપતા જણાવ્યું હતું કે જો પાકિસ્તાને ફરીથી કોઈ પણ પ્રકારની હરકત કરી તો ભારત ઘરમાં ઘૂસીને મારશે એટલે કે જડબાતોડ જવાબ આપશે. ભારતે પોતાની વાત સ્પષ્ટ રીતે અમેરિકા સમક્ષ મૂકી દીધી છે.
(5:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
