News of Sunday, 11th May 2025
પૂર્વ આરોગ્યમંત્રી હેમાબેન આચાર્યનું દુઃખદ નિધન : આવતીકાલે જૂનાગઢ ખાતે બેસણું
જનસંઘ - ભાજપના સ્થાપક સભ્ય અને પૂર્વ સાંસદ સ્વ. સુર્યકાંતભાઈ આચાર્યના ધર્મપત્ની અવસાન

જૂનાગઢ : જનસંઘ અને ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના સ્થાપક સભ્ય સ્વ. સુર્યકાંતભાઈ આચાર્યના ધર્મપત્ની અને ગુજરાત રાજ્યના પૂર્વ આરોગ્યમંત્રી હેમાબેન સુર્યકાંતભાઈ આચાર્યનું તારીખ ૧૧/૦૫/૨૦૨૫ ને રવિવારના રોજ દુઃખદ અવસાન થયું છે.
સદગત હેમાબેન, ધ્રુવકુમાર સુર્યકાંતભાઈ આચાર્યના માતૃશ્રી, ભાવનાબેન ધ્રુવકુમાર આચાર્યના સાસુ, તેમજ મેહુલકુમાર, નાલંદાબેન અને શિવરાજભાઈના પ્રેમાળ દાદી હતા. તેઓ મહેશભાઈ કનુભાઈ આચાર્ય, સુરેશભાઈ અને સુધાબેનના કાકી પણ હતા.
સદગતનું બેસણું અને પ્રાર્થનાસભા આવતીકાલે, તારીખ ૧૨/૦૫/૨૦૨૫ ને સોમવારના રોજ સાંજે ૪ થી ૬ કલાકે ભુતનાથ મહાદેવ મંદિર પાસે આવેલા ભુતનાથ સત્સંગ હોલ, જૂનાગઢ ખાતે રાખવામાં આવ્યું છે. સ્વર્ગસ્થના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવી છે.
(4:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
