<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 11th May 2025

૧પ વર્ષ પહેલા શરૂ થયેલ આકાશ સિસ્‍ટમ્‍સ આજે ભારતની સુરક્ષાનું પ્રતિક બની ગયું છેઃ ડો. રામારાવ અને તેમની ટીમનું યોગદાન માત્ર ભારત માટે નહિ પણ વિશ્‍વ રક્ષા માટે એક મિસાલ છે

ડો. રામારાવ કહે છે ભારતની મિસાઇલો સસ્‍તી, ઉપયોગમાં સરળ અને ઉત્તમ પ્રદર્શનવાળી છે, એટલા માટે દુનિયાભરમાં તેની માંગ વધી રહી છેઃ ડો. એ.પી. જે. અબ્‍દુલ કલામે આકાશ પ્રોજેકટનું નેતૃત્‍વ ડો. રામારાવને સોંપ્‍યું હતું

નવી દિલ્હીઃ 8 અને 9 મેના રોજ જ્યારે પાકિસ્તાની ડ્રોન અને મિસાઇલો ભારતીય શહેરો માટે ખતરો બનીને આવ્યા, ત્યારે ભારતનું સ્વદેશી આકાશ મિસાઇલ સિસ્ટમ્‍સ સુરક્ષાની મજબૂત દીવાલ બની ગયું. આ સિસ્ટમ્‍સ દુશ્મનના હવાઈ હુમલાઓને સચોટ રીતે રોકી અને નષ્ટ કરી દીધા. આ સિસ્ટમ્‍સને બનાવનારા DRDOના પૂર્વ વૈજ્ઞાનિક ડૉ. પ્રહલાદ રામારાવ તેની સફળતાના નાયક છે.

"આ મારા જીવનનો સૌથી ખુશીનો દિવસ છે. મારી બનાવેલી મિસાઇલએ દુશ્મનના હવાઈ ઠેકાણાઓને એટલી સચોટતાથી નષ્ટ કરી!" - ડૉ. પ્રહલાદ રામારાવ

 

 ડૉ. રામારાવને ભારતના "મિસાઇલ મેન" ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામે આકાશ પ્રોજેક્ટનું નેતૃત્વ સોંપ્યું હતું. તે સમયે તેઓ સૌથી યુવાન પ્રોજેક્ટ ડિરેક્ટર હતા. શરૂઆતમાં ભારતીય સેના આ સિસ્ટમ પર વિશ્વાસ રાખતી નહોતી.

"સેનાએ આકાશમાં રસ દાખવ્યો નહોતો. પરંતુ અમે તેને ડ્રોન, મિસાઇલ, હેલિકોપ્ટર અને અહીં સુધી કે પાકિસ્તાનના સુપરસોનિક F-16 જેટ જેવા ખતરાઓને રોકવા માટે બનાવ્યું."

આજે આકાશ સિસ્ટમ ભારતની હવાઈ રક્ષા માટે મજબૂત પાયાનો સ્તંભ છે. તેને DRDOએ તૈયાર કર્યું અને ભારત ડાયનેમિક્સ લિમિટેડ (BDL)એ બનાવ્યું. અનેક રીતે આ ડિફેન્સ સિસ્ટમ ખૂબ જ ખાસ છે.

આકાશ ડૉ. રામારાવના શાનદાર કરિયરનો માત્ર એક ભાગ છે. તેમણે ભારતની લગભગ દરેક મિસાઇલ પર કામ કર્યું છે.

(3:52 PM IST)