News of Sunday, 11th May 2025
લાજી મર્યાં! પાકિસ્તાનીઓએ કાઢી 'ડ્રોનની નનામી', નારા લગાવતાં લઈ ગયાં, વીડિયો વાયરલ

નવી દિલ્હીઃ પાકિસ્તાનીઓ ચોરવામાં પણ નંબર લાગે છે. યુદ્ધવિરામ બાદ એક પાકિસ્તાની છોકરો લાહોરમાં બાઈક પર ભારતીય ડ્રોન ચોરતો જોવા મળ્યો હતો જેનો પર્દાફાશ એક વ્યક્તિએ વીડિયોમાં કર્યો હતો.
વાયરલ થઈ રહેલા એક વીડિયોમાં, એક વ્યક્તિ એવું કહેતો સાંભળી શકાય છે કે યુવક તેની બાઇક પર ડ્રોનનો એક ભાગ લઈને ભાગી ગયો હતો. તેણે વધુમાં કહ્યું કે પાછળ બેઠેલા વ્યક્તિને પકડી લેવામાં આવ્યો હતો, પરંતુ યુવકે ડ્રોનનો એક ભાગ બાઇકની ટાંકી પર રાખ્યો અને ઘટનાસ્થળેથી ભાગી જવામાં સફળ રહ્યો. આ ઘટના શુક્રવારે રાત્રે લાહોરના DHA ફેઝ 6 માં બની હતી.
વીડિયો વાયરલ થયા બાદ લોકોએ પણ ખૂબ મજેદાર કોમે્ન્ટ્સ કરી હતી, એક યૂઝરે કહ્યું કે છોકરો હવે ડ્રોન વેચીને દાળ-ચોખા ખરીદશે. બીજા પણ લોકો મજાક ઉડાવી હતી.
બીજા એક વાયરલ વીડિયોમાં, પાકિસ્તાની યુવાનો ડ્રોનના ભાગો ચોરી કરતા જોઈ શકાય છે. તેમની સાથે પાકિસ્તાની આર્મીનો એક જવાન પણ ચાલી રહ્યો હતો. આ બધા કંઈક નારેબાજી કરતાં પણ જોવા મળ્યાં હતા.
(12:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
