News of Sunday, 11th May 2025
તણાવ વચ્ચે Android-iPhoneમાં આ રીતે એક્ટિવ કરો ઇમરજન્સી એલર્ટ
બન્ને મોબાઇલમાં સરકાર અને અધિકૃત એજન્સીઓ તરફથી ઇમરજન્સી એલર્ટ મેળવવા માટે સેટીંગ આવે છે

નવી દિલ્હીઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા જતા તણાવ વચ્ચે, એ ખૂબ જ જરૂરી છે કે તમારા ફોન પર રીઅલ-ટાઇમ એલર્ટ આવતા રહે. આનાથી ઝડપથી કાર્ય કરવા અને સુરક્ષિત રહેવા માટે પૂરતો સમય મળી શકે છે. Android અને iPhone બંનેમાં સરકાર અને અધિકૃત એજન્સીઓ તરફથી ઇમરજન્સી એલર્ટ મેળવવા માટે સેટિંગ આવે છે. આ એલર્ટ ફ્રી છે અને સીધા તમારા ફોન પર મળે છે. તેમાં સામાન્ય રીતે સરકાર તરફથી અર્જન્ટ મેસેજ હોય છે જે લોકોને ભૂકંપ, પૂર, આતંકવાદી હુમલા અથવા રાષ્ટ્રીય સુરક્ષા પરિસ્થિતિઓ જેવા ગંભીર જોખમો વિશે એલર્ટ કરે છે. આ એલર્ટ મેસેજ એક ખાસ નેટવર્ક ચેનલનો ઉપયોગ કરે છે, જે નેટવર્ક ગીચ હોય ત્યારે પણ તમારા ફોન સુધી પહોંચવા દે છે.
જોકે, જો તમારા ડિવાઈસ પર ઇમરજન્સી એલર્ટ ડિસેબલ હોય, તો તમને અપડેટ્સ મળી શકશે નહીં. તેથી, Android અને iPhone ડિવાઈસ પર ઇમરજન્સી એલર્ટ કેવી રીતે ઇનેબલ કરવા, તેના વિશે જાણો સ્ટેપ-બાય-સ્ટેપ.
એન્ડ્રોઇડ યુઝર્સ માટે
- ફોનમાં સેટિંગ્સ ખોલો
- Safety and Emergency પર ટેપ કરો અથવા સેટિંગ્સ સર્ચ બારમાં Emergency alerts શોધો
- Wireless emergency alerts સિલેક્ટ કરો
- બધા ઉપલબ્ધ એલર્ટ ઓપ્શન એક્ટિવ કરો
જણાવી દઈએ કે સેમસંગ, શાઓમી અથવા વનપ્લસ જેવા ફોન પર આ એલર્ટ સેટિંગના નામો અલગ-અલગ હોઈ શકે છે. તમારા ફોન મોડેલના આધારે, "Wireless emergency alerts" એડવાન્સ્ડ, મોર સેટિંગ્સ અથવા સેલ બ્રોડકાસ્ટમાં પણ દેખાઈ શકે છે.
iPhone યુઝર્સ માટે
- સેટિંગ્સ એપ ખોલો અને Notifications પર જાઓ
- નીચે સ્ક્રોલ કરો અને Government Alerts શોધો
- મહત્વપૂર્ણ અપડેટ્સ પ્રાપ્ત કરવા માટે Test Alerts પર ટૉગલ કરો
આ એલર્ટ એકિટવ રાખવાથી ઇમરજન્સીની સ્થિતિમાં ઘણો ફરક પડી શકે છે, ખાસ કરીને જયારે ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી રહ્યો છે ત્યારે આ એલર્ટ મેસેજ મળતા જ તમે તાત્કાલિક જરૂરી પગલા લઈ શકો છો.
ભારત-પાકિસ્તાન સંઘર્ષ
ભારતે બુધવારે 'ઓપરેશન સિંદૂર' હેઠળ, પહેલગામ હુમલાના જવાબમાં પાકિસ્તાન અને પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીર (PoK) માં નવ આતંકવાદી ઠેકાણાઓ પર 25 મિનિટમાં 24 મિસાઇલો છોડી. બુધવાર અને ગુરુવારની મધ્યરાત્રિએ, તેણે ડ્રોન અને મિસાઇલોનો ઉપયોગ કરીને ઉત્તર અને પશ્ચિમ ભારતના 15 શહેરોમાં અનેક લશ્કરી લક્ષ્યોને નિશાન બનાવવાના પાકિસ્તાનના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો. બંને દેશો વચ્ચેના તણાવને કારણે ભારતમાં હવાઈ મુસાફરી પર અસર પડી છે, 15 મે સુધી 32 એરપોર્ટ નાગરિક ઉડાન કામગીરી માટે બંધ કરવામાં આવ્યા છે.
(11:37 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
