<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 11th May 2025

“યુદ્ધવિરામ માટે ભગવાનનો આભાર...”નું સલમાન ખાને પોતાનું ટ્વિટર ડીલીટ કરતા ભારે વિવાદ સર્જાયો

ભારત-પાક. સીઝફાયર પર સલમાનની પોસ્ટ વાયરલ થતા યુઝર્સે કર્યો કમેન્ટ્સનો વરસાદ

મુંબઇઃ  અભિનેતા સલમાન ખાન હાલમાં એક વિવાદમાં ઘેરાયા છે. 10 મેની સાંજે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામની જાહેરાત કરવામાં આવી હતી ,જે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મધ્યસ્થતા બાદ થઇ. ભારતે આ યુદ્ધવિરામને સ્વીકારી લીધો અને દેશના અનેક લોકો અને સ્ટાર્સે તેનો સમર્થન દર્શાવ્યો. સુપરસ્ટાર સલમાન ખાને પણ શનિવારે X (પહેલાનું ટ્વિટર) પર પોસ્ટ કરી હતી કે, “યુદ્ધવિરામ માટે ભગવાનનો આભાર...”
જોકે, થોડા કલાકો બાદ પાકિસ્તાની સેના દ્વારા ફરી એક વખત યુદ્ધવિરામનો ભંગ કરી કાશ્મીરમાં ડ્રોન હુમલા શરૂ કરવામાં આવ્યા. આ દરમિયાન સલમાને પોતાની યુદ્ધવિરામની પોસ્ટ ડિલીટ કરી દીધી. તેના આ પગલાથી ઘણા યુઝર્સ ગુસ્સે થઇ ગયા છે અને સોશિયલ મીડિયા પર તેમને ટ્રોલ કરી રહ્યા છે. વપરાશકર્તાઓ કહે છે કે તેમણે પાકિસ્તાની હુમલાની ટીકા કરતા ટ્વીટ કરવું જોઈએ હતું, પરંતુ તેમણે ફક્ત યુદ્ધવિરામ પર ટ્વીટ કર્યું અને પછી તે પણ કાઢી નાખ્યું.
એક યુઝરે ટ્વીટ કર્યું, “કહેવાતા ભાઈ, માનવી હોવા છતાં શું? છેલ્લાં ચાર દિવસમાં એને ફક્ત યુદ્ધવિરામની ચિંતા હતી. હવે તેની ફિલ્મોનું શું કરવું એ તો ખબર પડી ગઈ.” બીજાએ લખ્યું, “સલમાન ખાન કરોડરજ્જુ વગરનો છે. ઓપરેશન સિંદૂર વિશે કશું કહ્યું નહીં. પછી યુદ્ધવિરામ પર લખ્યું અને તે પણ કાઢી નાખ્યું. ભાઈ, તને શરમ આવવી જોઈએ.” આ સાથે કેટલીક અટકળો પણ ચાલી રહી છે કે સલમાને ખરેખર એવી પોસ્ટ કરી હતી કે પછી આ બધું ફેક છે અને કોઈએ એડિટેડ સ્ક્રીનશોટ શેર કર્યો છે. કેટલાક ચાહકો આ પોસ્ટના સત્ય વિશે શંકા વ્યક્ત કરી રહ્યા છે.
જોકે નોંધનીય વાત એ છે કે સલમાન ખાન 23 એપ્રિલે થયેલા પહેલગામ આતંકી હુમલાની ટીકા કરતાં પહેલા જ પોસ્ટ કરી ચૂક્યા હતા. તેમણે લખ્યું હતું, “કાશ્મીર, ધરતી પરનું સ્વર્ગ, નર્કમાં ફેરવાઈ રહ્યું છે. નિર્દોષ લોકોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. મારી સંવેદના તેમના પરિવારજનો સાથે છે. એક પણ નિર્દોષની હત્યા એ આખા બ્રહ્માંડની હત્યા સમાન છે.”
તમને જણાવી દઈએ કે સલમાન ખાન કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા પર સક્રિય નથી. તેમની છેલ્લી પોસ્ટ 28 એપ્રિલે જોવા મળી હતી, જેમાં તેમણે તેમના કેટલાક ફોટા શેર કર્યા હતા. તે પહેલાં, 23 એપ્રિલે, અભિનેતાએ પહેલગામ આતંકવાદી હુમલાની ટીકા કરતી એક પોસ્ટ શેર કરી હતી. તેમણે લખ્યું હતું કે, 'કાશ્મીર, ધરતી પરનું સ્વર્ગ, નર્કમાં ફેરવાઈ રહ્યું છે. નિર્દોષ લોકોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે, મારી સંવેદના તેમના પરિવારો સાથે છે. એક પણ નિર્દોષની હત્યા એ આખા બ્રહ્માંડની હત્યા સમાન છે

(11:00 AM IST)