News of Sunday, 11th May 2025
જમ્મુ-કાશ્મીરના નાગરોટામાં આતંકવાદીઓની ઘૂસણખોરીની શક્યતાને કારણે હાઇ એલર્ટ
આતંકવાદીઓ સેનાના ગણવેશમાં છુપાઈને આ વિસ્તારમાં પ્રવેશી શકે : સેના, પોલીસ અને સીઆરપીએફએ સંયુક્ત શોધખોળ અભિયાન શરૂ કર્યું

જમ્મુ-કાશ્મીરના નાગરોટામાં આતંકવાદીઓની ઘૂસણખોરીની શક્યતાને કારણે હાઇ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગુપ્તચર સૂત્રોના જણાવ્યા અનુસાર, આતંકવાદીઓ સેનાના ગણવેશમાં છુપાઈને આ વિસ્તારમાં પ્રવેશી શકે છે. સેના, પોલીસ અને સીઆરપીએફએ સંયુક્ત શોધખોળ અભિયાન શરૂ કર્યું છે. નાગોરોટા ભૂતકાળમાં પણ હુમલાઓનો ભોગ બની ચૂક્યું છે અને આ વખતે પણ મોટા હુમલાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. સ્થાનિક લોકોને સતર્ક રહેવા અને સહયોગ આપવા અપીલ કરવામાં આવી છે
(12:57 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
