News of Saturday, 10th May 2025
યુનુસ સરકારનો મોટો નિર્ણય :શેખ હસીનાની અવામી લીગ પર પ્રતિબંધ : આતંકવાદ વિરોધી કાયદા હેઠળ કાર્યવાહી
બાંગ્લાદેશની વચગાળાની સરકારે આતંકવાદ વિરોધી કાયદા હેઠળ ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીનાની પાર્ટી અવામી લીગ પર પ્રતિબંધ મૂક્યો

બાંગ્લાદેશની વચગાળાની સરકારે શનિવારે સાંજે ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીનાની પાર્ટી અવામી લીગ પર પ્રતિબંધ મૂક્યો હતો. આ કાર્યવાહી આતંકવાદ વિરોધી કાયદા હેઠળ કરવામાં આવી છે. વચગાળાના સરકારના વડા મુહમ્મદ યુનુસની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો. આ મામલે, બાંગ્લાદેશ સરકારે કહ્યું છે કે આ નિર્ણયની સત્તાવાર સૂચના આગામી કાર્યકારી દિવસે જારી કરવામાં આવશે
બાંગ્લાદેશ સરકારે કહ્યું કે ભૂતપૂર્વ પીએમ શેખ હસીનાની પાર્ટી અવામી લીગ પરનો આ પ્રતિબંધ ત્યાં સુધી અમલમાં રહેશે જ્યાં સુધી ઇન્ટરનેશનલ ક્રાઇમ ટ્રિબ્યુનલ (ICT) માં પાર્ટી અને તેના નેતાઓ સામે ચાલી રહેલા કેસોનો નિકાલ ન આવે.
બાંગ્લાદેશ સરકાર દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે આ પગલું દેશની સુરક્ષા અને સાર્વભૌમત્વના રક્ષણ માટે લેવામાં આવ્યું છે. ઉપરાંત, જુલાઈ 2024 ના જાહેર બળવામાં ભાગ લેનારા નેતાઓ, કાર્યકરો, ફરિયાદીઓ અને સાક્ષીઓની સલામતીને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.
(11:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
