<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 10th May 2025

પાકિસ્તાન દ્વારા યુદ્ધવિરામનું ઉલ્લંઘન ચાલુ :ભારતીય સેનાનો જડબાતોડ જવાબ : પાકિસ્તાનને તાત્કાલિક ઘૂસણખોરી રોકવા આદેશ:જુઓ વિડીયો

વિદેશ સચિવ વિક્રમ મિસરીની પ્રેસ બ્રીફિંગ : પાકિસ્તાન દ્વારા સમજૂતીનો ભંગ : ભારતીય સેના સરહદી ઘૂસણખોરીને પહોંચી વળવા સજ્જ

(નવી દિલ્હી): વિદેશ મંત્રાલય (MEA) દ્વારા આજે રાત્રે યોજાયેલી પ્રેસ બ્રીફિંગમાં વિદેશ સચિવ વિક્રમ મિસરીએ જણાવ્યું હતું કે ભારતના ડાયરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ (DGMO) અને પાકિસ્તાનના DGMO વચ્ચે છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલી લશ્કરી કાર્યવાહીને રોકવા માટે સમજૂતી થઈ હતી.
જો કે, તેમણે ખેદ વ્યક્ત કર્યો હતો કે આ સમજૂતી થયાના થોડા જ કલાકોમાં પાકિસ્તાન દ્વારા તેનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. ભારતીય સેના આ સરહદી ઘૂસણખોરીનો જડબાતોડ જવાબ આપી રહી છે અને પરિસ્થિતિને પહોંચી વળવા માટે સક્રિય છે.
વિદેશ સચિવે આ ઘૂસણખોરીને અત્યંત નિંદનીય ગણાવી હતી અને સ્પષ્ટપણે જણાવ્યું હતું કે આ માટે પાકિસ્તાન સંપૂર્ણપણે જવાબદાર છે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે પાકિસ્તાન આ પરિસ્થિતિને યોગ્ય રીતે સમજશે અને તાત્કાલિક ધોરણે આ ઘૂસણખોરીને રોકવા માટે યોગ્ય પગલાં લેશે.
વધુમાં, તેમણે માહિતી આપી હતી કે સશસ્ત્ર દળો પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યા છે અને આંતરરાષ્ટ્રીય સરહદ તેમજ નિયંત્રણ રેખા (LoC) પર ઉલ્લંઘનની કોઈપણ ઘટનાનું સખત રીતે સામનો કરવા માટે તેમને સૂચનાઓ આપવામાં આવી છે.

 

(11:12 PM IST)