News of Saturday, 10th May 2025
કચ્છમાં ડ્રોનનો ખતરો : જખૌ નજીક ૧૪ ધડાકા : ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ બ્લેકઆઉટની સૂચના આપી : લોકોને શાંત રહેવા અપીલ
જખૌ, સાંઘીપુરમ, હરામીનાળા અને ખાવડા પંથકમાં ૨૦ જેટલા ડ્રોન દેખાયાની ચર્ચા : ગૃહમંત્રીએ તાત્કાલિક બ્લેકઆઉટ લાગુ કરવા સૂચના આપી

વિનોદ ગાલા દ્વારા, ભુજ, તા. ૧૦ મે: કચ્છ જિલ્લામાં ડ્રોનનો ખતરો જોવા મળી રહ્યો છે. અહેવાલો અનુસાર, કચ્છ તરફ ઘણા ડ્રોન ફેંકવામાં આવ્યા છે, અને લગભગ ૨૦ જેટલા ડ્રોન અલગ અલગ વિસ્તારોમાં દેખાયાની ચર્ચા છે. જખૌ નજીક ૧૪ જેટલા ધડાકા સંભળાયા હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે. જખૌ, સાંઘીપુરમ, હરામીનાળા અને ખાવડા પંથક બાજુ ડ્રોન દેખાયાના સમાચાર મળી રહ્યા છે.
આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરીને કચ્છમાં ઘણા ડ્રોન દેખાયા હોવાની માહિતી આપી છે. તેમણે જિલ્લામાં તાત્કાલિક બ્લેકઆઉટ લાગુ કરવાની સૂચના આપી છે અને લોકોને શાંતિ જાળવવા અને ગભરાટ ન ફેલાવવા અપીલ કરી છે.
સુરક્ષા એજન્સીઓ આ ડ્રોનની ગતિવિધિઓ પર ચાંપતી નજર રાખી રહી છે અને પરિસ્થિતિને નિયંત્રણમાં લેવા માટે જરૂરી પગલાં લઈ રહી છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પણ લોકોને સતર્ક રહેવા અને કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિ જોવા મળે તો તાત્કાલિક પોલીસને જાણ કરવા માટે સૂચના આપવામાં આવી છે.
(10:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
