News of Friday, 9th May 2025
દુનિયા નાશ પામે તો બચવા અમેરિકામાં ૨૧ ટ્રિલિયન ડોલર્સના ખર્ચે ભૂગર્ભ શહેર બનાવાયું
ભૂતપૂર્વ અમેરિકી અધિકારી કેથરિન ઓસ્ટિનના દાવાનો વિડિયો વાઇરલ : અમેરિકાએ વિક્સાવેલાં ૧૭૦ ભૂગર્ભ સ્થળો એક મોટી પરિવહન પ્રણાલિ સાથે જોડાંયેલાં છેઃ કેથરિન

ન્યુયોર્ક તા.૯: પળથ્વી પર કયામતનો દિવસ કે પ્રલય આવે તો તેનાથી બચવા માટે યુએસ સરકારે ૨૧ ટ્રિલિયન ડોલર્સના ખર્ચે ગુપ્ત શહેર વસાવી લીધું છે. આ અંડરગ્રાઉન્ડ શહેરમાં આવેલાં શેલ્ટર્સમાં રહીને હાઇ પ્રોફાઇલ ધનવાન અમેરિકન્સ અને મોટાં મોટાં અધિકારી પ્રલય સામે ટકી શકે તેમ છે.
અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ જ્યોર્જ ડબલ્યુ બુશના શાસનકાળમાં યુએસના શહેરી વિકાસ ખાતામાં સહાયક સચિવ તરીકે કામગીરી બજાવનાર કેથરિન ઓસ્ટિન ફિટસે એક મુલાકાતમાં જણાવ્યું હતું કે અમેરિકાએ લગભગ ૧૭૦ ભૂગર્ભ સ્થળો વિકસાવ્યા છે. જે એક મોટી પરિવહન પ્રણાલિ સાથે જોડાંયેલાં છે. આ સ્થળોમાંથી કેટલાક સ્થળો દરિયામાં પણ આવેલાં છે.
કેથરિને પોતાના દાવાના ટેકામાં મિશિગન સ્ટેટ યુનિવર્સિટીના અર્થશાષાી માર્ક સ્કિડમોરના એક સંશોધનનો હવાલો પણ આપ્યો હતો. આ સંશોધનમાં ૧૯૯૮ અને ૨૦૧૫ દરમ્યાન સંરક્ષણ અને શહેરી વિકાસ વિભાગોમાં મોટાપાયે આર્થિક હેરફેર કરાઇ હોવાનું જણાયું હતું.કેથરિન ફિટ્સે દાવો કર્યો હતો કે તેણે ૨૧ ટ્રિલિયન જેવી જંગી રકમ કયાં ગઇ તે વિશે વર્ષો સુધી તપાસ કરી હતી. આખરે તે રકમ ભૂગર્ભ શહેર વસાવવામાં વાપરવામાં આવી હોવાના તારણ પર તે પહોંચી છે.
કેથેરિને દાવો કર્યો હતો કે આ ગુપ્ત બંકર્સનો ઉપયોગ ગુપ્ત સ્પેસ પ્રોગ્રામ માટે અથવા ગુપ્ત સરકારી કાર્યવાહી કરવા માટે પણ થઇ શકે છે.
શીત યુદ્ધ દરમ્યાન વેસ્ટ વર્જિનિયામાં ગ્રીનબ્રિયર રિસોર્ટની નીચે બંકર્સ બનાવવામાં આવ્યા હતા. કોંગ્રેસમેન માટે આ બંર્ક્સ બનાવવામાં આવ્યા હતા. પણ કેથરિને કરેલાં દાવા અનુસાર વિરાટ કદના કોઇ ભૂગર્ભ શહેર સરકાર દ્વારા વિકસાવવામાં આવ્યા હોવાના કોઇ પુરાવા સાંપડયા નથી.(૩૮.૩)
(9:55 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
