તા. ૧૯ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૦ ગુરૂવાર
News of Thursday, 8th May 2025
જમ્મુમાં અનેક સ્થળોએ ડ્રોન હુમલા: કાશ્મીરના કુપવાડામાં ભારે ગોળીબાર :જમ્મુમાં વિસ્ફોટનો અવાજ સંભળાયો:
હવામાં સાયરન વગાડવામાં આવ્યા. આખા જમ્મુમાં અંધારપટ છવાઈ ગયો.

જમ્મુમાં વિસ્ફોટનો અવાજ સંભળાયો. આ પછી હવામાં સાયરન વગાડવામાં આવ્યા. આખા જમ્મુમાં અંધારપટ છવાઈ ગયો. લોકોને પોતાના ઘરોમાં રહેવાની સૂચના આપવામાં આવી છે. જમ્મુના વિવિધ સેક્ટરોમાં બ્લેકઆઉટ લાદવામાં આવ્યો છે. વિસ્ફોટના અવાજ બાદ જમ્મુમાં વાયુ સંરક્ષણ પ્રણાલી સક્રિય કરવામાં આવી છે. જમ્મુમાં 5-6 વિસ્ફોટોના અવાજ સંભળાયા હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. ડ્રોન અને મિસાઇલ હુમલાની શક્યતા છે
આકાશમાં ડ્રોન દેખાતા જમ્મુમાં એલર્ટ જારી કરવામાં આવ્યું છે. જમ્મુ બાદ કાશ્મીરના કુપવાડામાં પણ ગોળીબારના સમાચાર છે.
(8:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
