News of Thursday, 8th May 2025
ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ વચ્ચે કચ્છના 3 બંદરો પર માછીમારી પર સંપૂર્ણ પ્રતિબંધના આદેશ અપાયા
નારાયણ સરોવર, જખૌ, લખપતના બંદરો પર પ્રતિબંધ :જાહેરનામાનો ભંગ કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

અમદાવાદ : ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ વચ્ચે કચ્છના 3 બંદરો પર માછીમારી પર સંપૂર્ણ પ્રતિબંધના આદેશ આપવામાં આવ્યા છે. જેમાં નારાયણ સરોવર, જખૌ, લખપતના બંદરો પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જાહેરનામાનો ભંગ કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
ભારતે પાકિસ્તાનમાં ઓપરેશન સિંદૂર હેઠળ કરેલા મિસાઈલ એટેક બાદ પાકિસ્તાને ભારતીય સેનાના ઠેકાણા પર હુમલાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. ભારતના 15 શહેરો પર પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા હુમલાને સેનાએ નિષ્ફળ બનાવ્યો છે. ભારતે પાકિસ્તાનને આ હુમલાનો જડબાતોડ જવાબ આપ્યો છે. પાકિસ્તાન દ્વારા ગુજરાત, પંજાબ, શ્રીનગર અને જમ્મુમાં હુમલાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. ત્યારે ભારત-પાકિસ્તાન યુદ્ધની સ્થિતિ વચ્ચે ગુજરાત સરકાર એક્શનમાં આવી છે. કચ્છના 3 બંદરો પર માછીમારી પર સંપૂર્ણ પ્રતિબંધના આદેશ આપવામાં આવ્યા છે. સરકારનાં જાહેરનામાં મુજબ કચ્છના ત્રણ મત્સ્ય બંદર ઉતરાણ કેન્દ્ર, નારાયણ સરોવર, જખૌ અને લખપતનાં દરિયાઈ વિસ્તારમાં માછીમારો દ્વારા થતી તમામ પ્રકારની માછીમારી પર તાત્કાલિક અસરથી આગામી આદેશ ન મળે ત્યાં સુધી પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.
મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામક, ભુજ-કચ્છ દ્વારા સૂચના આપવામાં આવી છે કે, કચ્છના 3 બંદરો પર માછીમારી પર સંપૂર્ણ પ્રતિબંધના આદેશનો અને જાહેરનામાનો ભંગ કરવામાં આવશે તો ગુજરાત મત્સ્યોદ્યોગ અધિનિયમ-2003ની કલમ-7ની પેટા કલમ 1થી કાર્યવાહી કરવામાં આવશે.
(7:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
