તા. ૧૯ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૦ ગુરૂવાર
News of Thursday, 8th May 2025
ગભરાયેલ પાકિસ્તાને હવે ભારત પર 'મિસાઇલ' છોડવાનો પ્રયાસ કર્યો: ભારતે હવામાં તોડી નાખી
અમૃતસર નજીક ભારતીય સંરક્ષણ પ્રણાલી દ્વારા મિસાઈલને હવામાં નાશ કરાઈ :મિસાઈલનો મુખ્ય ભાગ માખનવિંડી ગામમાં જ નિકાલ કરવામાં આવશે.

નવી દિલ્હી :સરહદ પર ગોળીબાર કર્યા પછી, 'ઓપરેશન સિંદૂર' શરૂ થવાથી ગભરાયેલા પાકિસ્તાને હવે ભારત પર 'મિસાઇલ' છોડવાનો પ્રયાસ કર્યો છે. ભારતે પાકિસ્તાની મિસાઇલ હુમલાને નિષ્ફળ બનાવ્યો છે. પાકિસ્તાની મિસાઇલને ભારતે હવામાં જ તોડી પાડી છે. પંજાબમાં સરહદ નજીક અમૃતસરમાં ભારતની હવાઈ સંરક્ષણ પ્રણાલી દ્વારા પાકિસ્તાનની મિસાઈલને તોડી પાડવામાં આવી હતી. પંજાબ પોલીસે જણાવ્યું હતું કે મિસાઇલને હવામાં જ નાશ કરવામાં આવી હતી. માહિતી મળી છે કે આ મિસાઈલનો મુખ્ય ભાગ માખનવિંડી ગામમાં જ નિકાલ કરવામાં આવશે. ચારે બાજુ માટીની થેલીઓ મૂકવામાં આવી રહી છે. માટી ટ્રેક્ટર દ્વારા લાવવામાં આવી છે, જેને બોરીઓમાં ભરવામાં આવી રહી છે.
પાકિસ્તાન આ સમયે ભારત સામે સંપૂર્ણપણે હારી ગયું છે અને 'ઓપરેશન સિંદૂર' પછી, પાકિસ્તાનની હતાશા ચરમસીમાએ છે. જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા બર્બર આતંકવાદી હુમલાનો ભારતે એવો બદલો લીધો છે કે આખું પાકિસ્તાન બેચેન થઈ ગયું છે. ભારતીય સશસ્ત્ર દળોએ પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK) માં પ્રવેશ કર્યો અને હવાઈ હુમલા કર્યા, જેમાં લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદના આતંકવાદી ઠેકાણાઓનો નાશ કરવામાં આવ્યા હતા.
આ હુમલામાં ભારતે સ્કેલ્પ ડીપ-સ્ટ્રાઈક ક્રુઝ મિસાઈલ, હેમર સ્માર્ટ વેપન સિસ્ટમ, ગાઈડેડ બોમ્બ કીટ અને એક્સકેલિબર દારૂગોળો ફાયર કરતી M777 હોવિત્ઝર ગનનો ઉપયોગ કરીને આતંકવાદી ઠેકાણા પર સચોટ હુમલો કરીને પાકિસ્તાનમાં ભારે તબાહી મચાવી હતી.
(6:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
