<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 8th May 2025

ભારતે પાકિસ્‍તાનના હુમલાના પ્રયાસ નિષ્‍ફળ કર્યાઃ ભારતના ડ્રોન એટેકથી હચમચી ઉઠયુ પાકિસ્‍તાનઃ એર ડિફેન્‍સ મિસાઇલ સિસ્‍ટમનો કચ્‍ચરઘાણ

શ્રીનગર ચંદીગઢ સહિત ૧૫ શહેરોમાં ભારતે પાકિસ્‍તાનના હુમલાને નિષ્‍ફળ બનાવ્‍યુ

નવી દિલ્‍હીઃ ભારત સરકારે એક સત્તાવાર નિવેદન જારી કરીને કહ્યું કે,૭ અને ૮ મેની રાત્રે, પાકિસ્‍તાને અવંતિપુરા, શ્રીનગર, જમ્‍મુ, પઠાણકોટ, અમળતસર, કપૂરથલા, જલંધર, લુધિયાણા સહિત કુલ ૧૫ શહેરોમાં ડ્રોન અને મિસાઇલોનો ઉપયોગ કરીને અનેક લશ્‍કરી ઠેકાણાઓ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો. ભારતે પાકિસ્‍તાન સામે બદલો લીધો અને હવાઈ સંરક્ષણ પ્રણાલીનો નાશ કર્યો.

ભારત અને પાકિસ્‍તાન વચ્‍ચે સતત તણાવના અહેવાલો આવી રહ્યા છે. ભારતીય સેનાએ પાકિસ્‍તાન પર હવાઈ હુમલા કરીને ઓપરેશન સિંદૂર શરૂ કર્યા પછી, પાકિસ્‍તાન સતત બદલો લેવાની વાત કરી રહ્યું છે. દરમિયાન, સમાચાર આવી રહ્યા છે કે પાકિસ્‍તાની સેનાના હવાઈ સંરક્ષણ એકમને સિયાલકોટ, લાહોર અને પાકિસ્‍તાનના અન્‍ય શહેરમાં ભારે નુકસાન થયું છે.

સૂત્રોના જણાવ્‍યા અનુસાર, પાકિસ્‍તાની સેનાના HQ-9 મિસાઇલ સંરક્ષણ સિસ્‍ટમ એકમોને ડ્રોન હુમલામાં ભારે નુકસાન થયું છે. લાહોર ઉપરાંત, આવા ડ્રોન હુમલા ગુજરાંવાલા, રાવલપિંડી, ચકવાલ, બહાવલપુર, મિયાંવાલી, કરાચી, ચોર, મિયાનો અને અટોકમાં પણ થયા છે.

નિવેદનમાં વધુમાં જણાવાયું છે કે ૦૭ અને ૦૮ મેની રાત્રે, પાકિસ્‍તાને ડ્રોન અને મિસાઇલોનો ઉપયોગ કરીને ઉત્તર અને પશ્‍ચિમ ભારતમાં અવંતિપુરા, શ્રીનગર, જમ્‍મુ, પઠાણકોટ, અમળતસર, કપૂરથલા, જલંધર, લુધિયાણા, આદમપુર, ભટિંડા, ચંદીગઢ, નાલ, ફલોદી, ઉત્તરલાઈ અને ભૂજ સહિત અનેક લશ્‍કરી ઠેકાણાઓ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો. આ હુમલાઓને કાઉન્‍ટર યુએએસ ગ્રીડ અને હવાઈ સંરક્ષણ પ્રણાલીઓ દ્વારા નિષ્‍ક્રિય કરવામાં આવ્‍યા હતા. આ હુમલાઓનો કાટમાળ હવે ઘણી જગ્‍યાએથી મળી રહ્યો છે, જે પાકિસ્‍તાની હુમલાઓને સાબિત કરે છે.

ભારત સરકારે એક સત્તાવાર નિવેદન જારી કરીને કહ્યું, આજે સવારે ભારતીય સશષા દળોએ પાકિસ્‍તાનમાં ઘણી જગ્‍યાએ હવાઈ સંરક્ષણ રડાર અને સિસ્‍ટમોને નિશાન બનાવી હતી. ભારતે પાકિસ્‍તાનને એ જ રીતે જવાબ આપ્‍યો છે. લાહોરમાં એક હવાઈ સંરક્ષણ પ્રણાલીનો નાશ કરવામાં આવ્‍યો છે. પીઆઈબીની પ્રેસ રિલીઝમાં કહેવામાં આવ્‍યું છે કે, ૅઆજે, ૮ મેની સવારે, ભારતીય સશષા દળોએ પાકિસ્‍તાનમાં અનેક સ્‍થળોએ હવાઈ સંરક્ષણ રડાર અને સિસ્‍ટમોને નિશાન બનાવી હતી. ભારતે પણ પાકિસ્‍તાન જેટલી જ તીવ્રતાથી જવાબ આપ્‍યો છે. વિશ્વસનીય રીતે જાણવા મળ્‍યું છે કે લાહોરમાં હવાઈ સંરક્ષણ પ્રણાલીનો નાશ કરવામાં આવ્‍યો છે.

તેમાં વધુમાં કહેવામાં આવ્‍યું છે કે પાકિસ્‍તાને જમ્‍મુ અને કાશ્‍મીરના કુપવાડા, બારામુલ્લા, ઉરી, પૂંછ, મેંધાર અને રાજૌરી સેક્‍ટરમાં મોર્ટાર અને ભારે કેલિબર તોપખાનાનો ઉપયોગ કરીને નિયંત્રણ રેખા પાર ગોળીબારમાં વધારો કર્યો છે.

ભારત સરકારે નિવેદનમાં વધુમાં જણાવ્‍યું હતું કે પાકિસ્‍તાનના ગોળીબારમાં સોળ નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્‍યા છે, જેમાં ત્રણ મહિલાઓ અને પાંચ બાળકોનો સમાવેશ થાય છે. અહીં પણ, ભારતે પાકિસ્‍તાન તરફથી મોર્ટાર અને તોપખાનાના ગોળીબારને રોકવા માટે જવાબ આપવો પડ્‍યો હતો. પ્રેસ રિલીઝમાં એમ પણ કહેવામાં આવ્‍યું છે કે ભારતીય સશષા દળોએ તણાવ ન વધારવાની તેમની પ્રતિબદ્ધતાનો પુનરોચ્‍ચાર કર્યો છે, જો પાકિસ્‍તાની સેના તેનું સન્‍માન કરે. રોઇટર્સ અને સ્‍થાનિક મીડિયા અહેવાલો અનુસાર, લાહોરમાં વોલ્‍ટન એરપોર્ટ નજીક શ્રેણીબદ્ધ જોરદાર વિસ્‍ફોટો સંભળાયા હતા, જેના કારણે સાયરન વાગવા લાગ્‍યા હતા અને લોકો તેમના ઘરોમાંથી બહાર દોડી આવ્‍યા હતા. તસવીરોમાં લોકો ગભરાટમાં પોતાના ઘરોમાંથી બહાર દોડી આવ્‍યા હતા અને ધુમાડાના ગોટેગોટા જોયા હતા

(4:08 PM IST)