<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 8th May 2025

ભારતે આતંકીઓનાં ભુક્કા બોલાવી દેતા અલકાયદાને પેટમાં દુખ્‍યું : ભારત વિરૂધ્‍ધ જેહાદનું એલાન

ફરીથી જેહાદ શરૂ કરવા બબડાટ

ઈસ્‍લામાબાદ, તા.૮:  ભારતે પાકિસ્‍તાનમાં ઘૂસીને આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો હોવાથી જેહાદીઓ ગુસ્‍સે ભરાયા છે. પાકિસ્‍તાન અધિકળત કાશ્‍મીર (PoK) માં ભારતીય દળો દ્વારા કરવામાં આવેલી સફળ લશ્‍કરી કાર્યવાહી બાદ અલ કાયદાએ એક નિવેદન બહાર પાડ્‍યું છે. ભારતીય ઉપખંડમાં અલ કાયદા (AQIS) એ પાકિસ્‍તાનમાં ભારતીય સેનાના ઓપરેશન સિંદૂરની નિંદા કરી છે અને ઉપખંડમાં જેહાદનું આહ્વાન કર્યું છે. ઓપરેશન સિંદૂર વેડનેસ્‍ડે એ ભારતીય સશષા દળોનું એક આયોજિત ઓપરેશન છે જે બુધવારે વહેલી સવારે શરૂ કરવામાં આવ્‍યું હતું. આ કાર્યવાહીમાં પાકિસ્‍તાન અને પીઓકેમાં ૯ આતંકવાદી ઠેકાણાઓનો નાશ કરવામાં આવ્‍યો હતો.

ભારતના હુમલા પછી જારી કરાયેલા એક નિવેદનમાં, AQIS એ કહ્યું, ભારત સામેનું આ યુદ્ધ ઇસ્‍લામના તમામ મુજાહિદ્દીન અને ઉપખંડના ‘મુસ્‍લિમો માટે એક જેહાદ છે.' અલ્લાહના નામને ઉન્નત કરવા, ઇસ્‍લામ અને મુસ્‍લિમોનું રક્ષણ કરવા અને ઉપખંડના પીડિત લોકોને ટેકો આપવાના આ સંઘર્ષમાં જોડાવાની આપણી ફરજ છે. હવે પહેલા કરતાં વધુ, ઉપખંડના મુસ્‍લિમો માટે આ ઉદ્દેશ્‍યના સમર્થનમાં ઉભા રહેવું મહત્‍વપૂર્ણ છે.

આ નિવેદન ઓપરેશન સિંદૂરની નિંદાથી શરૂ થાય છે. તેમાં કહેવામાં આવ્‍યું છે કે, ૬ મે, ૨૦૨૫ ની રાત્રે, ભારતની ભગવા સરકારે પાકિસ્‍તાનમાં છ સ્‍થળોએ બોમ્‍બમારો કર્યો, ખાસ કરીને મસ્‍જિદો અને વસાહતોને નિશાન બનાવ્‍યા.ઁ આ બોમ્‍બ વિસ્‍ફોટોમાં ઘણા મુસ્‍લિમો શહીદ અને ઘાયલ થયાના અહેવાલ છે. ચોક્કસ, આપણે અલ્લાહના છીએ અને આપણે તેની પાસે પાછા ફરીશું. અલ્લાહ શહીદોની શહાદત સ્‍વીકારે... આ બોમ્‍બ વિસ્‍ફોટ ભગવા શાસનના ગુનાઓની લાંબી યાદીમાં બીજો એક કાળો પ્રકરણ છે.

તેમાં વધુમાં કહેવામાં આવ્‍યું છે કે ઇસ્‍લામ અને મુસ્‍લિમો સામે ભારતનું યુદ્ધ નવું નથી. ભારતનું યુદ્ધ પહેલગામ ઘટનાથી શરૂ થયું ન હતું, આ આક્રમકતા દાયકાઓથી ચાલી રહી છે. ભારત અને કાશ્‍મીરના મુસ્‍લિમોએ ઇતિહાસમાં લાંબા સમયથી સૌથી ખરાબ પ્રકારના જુલમ અને અત્‍યાચાર સહન કર્યા છે. મોદી સરકાર ઇસ્‍લામ અને મુસ્‍લિમોનો નાશ કરવા માટે લશ્‍કરી, રાજકીય, સાંસ્‍કળતિક અને વૈચારિક યુદ્ધ લડી રહી છે.

(3:55 PM IST)