<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 8th May 2025

ફિરોઝપુર બોર્ડરથી ભારતમાં ઘૂસણખોરી કરી રહ્યો હતો પાકિસ્તાની ઘુસણખોર : BSFએ ગોળી મારીને ઠાર માર્યો

બીએસએફે આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે અને આ મામલાની તપાસ ચાલી રહી છે. અધિકારીઓ માને છે કે આ ઘૂસણખોરી કોઈ મોટા ષડયંત્રનો ભાગ હોઈ શકે છે.

બુધવારે મોડી રાત્રે ભારત-પાકિસ્તાન સરહદ પર ફરી એકવાર ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ બનાવવામાં આવ્યો. ભારતીય સરહદમાં ઘૂસવાનો પ્રયાસ કરી રહેલા એક પાકિસ્તાની ઘુસણખોરને BSF (બોર્ડર સિક્યુરિટી ફોર્સ) એ ઠાર માર્યો. હતો

આ ઘટના ફિરોઝપુર જિલ્લાના મામદોટ બ્લોકમાં સ્થિત BSF પોસ્ટ "લખા સિંહ વાલા" ના ગેટ નંબર 207/1 પાસે રાત્રે લગભગ 2:30 વાગ્યે બની હતી. બીએસએફના જણાવ્યા અનુસાર, શંકાસ્પદ વ્યક્તિ પાકિસ્તાન તરફથી ભારતીય સરહદમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો.

બીએસએફે આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે અને આ મામલાની તપાસ ચાલી રહી છે. અધિકારીઓ માને છે કે આ ઘૂસણખોરી કોઈ મોટા ષડયંત્રનો ભાગ હોઈ શકે છે

(2:21 PM IST)