તા. ૯ જાન્યુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ પોષ વદ – ૭ શુક્રવાર
News of Thursday, 8th May 2025
ભારતીય મિસાઇલ હુમલા બાદ ચીને પોતાનો સૂર બદલ્યો
અમે પણ આતંકવાદની વિરુદ્ધ છીએ, ભારત અને પાકિસ્તાને આ ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતા જાળવવા માટે તણાવ ઓછો કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ

નવી દિલ્હી, તા.૮: પાકિસ્તાનમાં આતંકવાદી છાવણીઓ પર ભારતના હવાઈ હુમલાથી પાડોશી દેશમાં ભયનો માહોલ ફેલાયો છે. પહેલગામ હુમલા પછી ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોમાં વધેલા તણાવ વચ્ચે, ચીન સતત પાકિસ્તાનને ટેકો આપી રહ્યું હતું. પરંતુ ભારતના ઓપરેશન સિંદૂર પછી, ચીનનો સૂર બદલાઈ ગયો હોય તેવું લાગે છે.
ઓપરેશન સિંદૂર પછી, ચીને કહ્યું કે ભારત અને પાકિસ્તાને આ ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતા જાળવવા માટે તણાવ ઓછો કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. આંતરરાષ્ટ્રીય સમુદાય સાથે કામ કરવાથી તણાવ ઘટાડવામાં નિર્ણાયક ભૂમિકા ભજવી શકાય છે.
ચીનના વિદેશ મંત્રાલયે કહ્યું કે અમે વર્તમાન પરિસ્થિતિ અંગે ચિંતિત છીએ. ભારત અને પાકિસ્તાન હંમેશા એકબીજાના પડોશી રહેશે. તે બંને ચીનના પડોશી પણ છે. ચીન દરેક સ્વરૂપમાં આતંકવાદનો વિરોધ કરે છે. પરંતુ અમે બંને પક્ષોને શાંતિ જાળવવા અને પ્રદેશમાં સ્થિરતા માટે કોઈપણ ઉશ્કેરણીજનક કાર્યવાહીથી દૂર રહેવા વિનંતી કરીએ છીએ. જોકે, ચીને એમ પણ કહ્યું કે અમને ભારતની લશ્કરી કાર્યવાહીનો અફસોસ છે.
ઓપરેશન સિંદૂર વિશે પાકિસ્તાનના મિત્રો તુર્કી અને ચીનનું મીડિયા શું કહી રહ્યું છે?
તમને જણાવી દઈએ કે આતંકવાદની કમર તોડવા માટે, ભારતીય સેનાએ મંગળવારે મોડી રાત્રે ઓપરેશન સિંદૂર દ્વારા પાકિસ્તાન અને પીઓકેમાં આતંકવાદી ઠેકાણાઓ પર હવાઈ હુમલા કર્યા હતા. ભારતીય સેના, વાયુસેના અને નૌકાદળના સંયુક્ત ઓપરેશન હેઠળ પાકિસ્તાન અને પીઓકેમાં આવેલા નવ આતંકવાદી ઠેકાણાઓ પર હવાઈ હુમલા કરવામાં આવ્યા હતા જેમાં બહાવલપુર, મુરીદકે, ગુલપુર, ભીમ્બર, ચક અમરુ, બાગ, કોટલી, સિયાલકોટ અને મુઝફ્ફરાબાદનો સમાવેશ થાય છે. બહાવલપુરમાં પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના મુખ્યાલય અને મુદિરકેમાં લશ્કર-એ-તૈયબાના મુખ્યાલયને નિશાન બનાવવામાં આવ્યા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતે આ ઓપરેશનનું નામ ઓપરેશન સિંદૂર રાખ્યું હતું. પીએમ મોદીએ છેલ્લા એક અઠવાડિયાથી સતત યોજાયેલી બેઠકોમાં સ્પષ્ટ કર્યું હતું કે પહેલગામ હુમલામાં આતંકવાદીઓએ હિન્દુ પુરુષોને નિશાન બનાવ્યા હતા, જેના કારણે તેમની પત્નીઓ વિધવા બની હતી. આવી સ્થિતિમાં, ભારતે એક કડક સંદેશ આપવો પડ્યો કે આતંકવાદીઓને આ રીતે ભાગી જવા દેવા નહીં.
ભારતીય ગુપ્તચર એજન્સી ય્ખ્ષ્ એ હવાઈ હુમલા માટેના બધા લક્ષ્યોને ઓળખી કાઢયા હતા, ત્યારબાદ લશ્કર અને જૈશના ઠેકાણાઓ પર હુમલો કરવામાં આવ્યો હતો.
(11:08 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
