તા. ૧૦ એપ્રિલ ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ચૈત્ર સુદ – ૧૩ ગુરૂવાર
News of Thursday, 8th May 2025
ફેડનો નિર્ણયઃ વ્યાજ દરોમાં ફરી કોઈ ફેરફાર નહિ
હાલમાં પરિસ્થિતિ અનિશ્ચિત છે, તેથી અમે કોઈ જોખમ લીધું નથીઃ ફેડ વડા

ન્યુયોર્ક,તા.૦૮: યુએસ ફેડરલ રિઝર્વ (ફેડ) એ ૭ મે, ૨૦૨૫ ના રોજ તેના વ્યાજ દરોની જાહેરાત કરી હતી અને તેમાં કોઈ ફેરફાર કર્યો નથી, એટલે કે, જાન્યુઆરીમાં ટ્રમ્પ રાષ્ટ્રપતિ બન્યા પછી આ ત્રીજી વખત છે, જ્યારે ફેડે દરોમાં કોઈ ફેરફાર કર્યો નથી. ફેડે આગામી થોડા મહિનામાં દર ઘટાડવાના કોઈ સંકેત આપ્યા નથી. મતલબ કે, આ સ્થિતિ જૂન સુધી ચાલુ રહેશે. ફેડના વડા જેરોમ પોવેલે કહ્યું, અમે ડેટા જોઈશું અને પછી જે યોગ્ય લાગે તે કરીશું. પરિસ્થિતિ હજુ પણ અનિヘતિ છે, તેથી અમે કોઈ જોખમ લીધું નથી.
ફેડના નિર્ણયના ૫ મુખ્ય મુદ્દાઓ
૧. વ્યાજ દર સ્થિરઃ ફેડે વ્યાજ દર ૪.૨૫% થી ૪.૫૦% પર રાખ્યા છે. પોવેલે કહ્યું, હાલમાં ફુગાવા અને નોકરીઓ માટેનું જોખમ વધી ગયું છે. અમે કોઈપણ આર્થિક ઉથલપાથલનો જવાબ આપવા તૈયાર છીએ.
૨. ટ્રમ્પની વેપાર નીતિથી તણાવઃ પોવેલ માને છે કે ટ્રમ્પના નવા ટેરિફ (આયાત કર) અને વેપાર યુદ્ધ અમેરિકન અર્થતંત્રમાં સમસ્યાઓનું કારણ બની શકે છે. તેમણે કહ્યું, આ ટેરિફ ઊંચા છે, અને તેમની અસર હજુ સુધી જાણીતી નથી. અમે ડેટા જોયા પછી જ આગળનો નિર્ણય લઈશું.
૩. ફુગાવો હજુ પણ એક સમસ્યા છેઃ ફેડનું લક્ષ્ય ફુગાવાને ૨% પર રાખવાનું છે, પરંતુ હાલમાં તે તેનાથી ઉપર ચાલી રહ્યું છે. ૅજો ટ્રમ્પના ટેરિફ લાંબા સમય સુધી ચાલુ રહેશે, તો ફુગાવો વધશે, વળદ્ધિ ધીમી પડશે અને નોકરીઓ ગુમાવશે, પોવેલે ચેતવણી આપી હતી.
૪. ટ્રમ્પને પોવેલનો જવાબઃ ટ્રમ્પ ઘણીવાર ફેડ અને પોવેલને દોષ આપે છે. આ અંગે પોવેલે સ્પષ્ટ કહ્યું, કોઈ શું કહે છે તેની અમને પરવા નથી. અમારું કામ ડેટા જોઈને અમેરિકાના લોકોને મદદ કરવાનું છે.
૫. બજારની સ્થિતિઃ ફેડના નિર્ણય પછી શરૂઆતમાં શેરબજાર ઘટયા હતા પરંતુ પછીથી તેમાં સુધારો થયો. ડાઉ જોન્સ ૦.૭૦% વધીને ૪૧,૧૧૩ પર, S&P ૫,૬૩૧ પર અને Nasdaq ૧૭,૭૩૮ પર બંધ થયો. તે જ સમયે, ડોલર પણ તેજીમાં રહ્યો અને ૯૯.૯૦૪ પર પહોંચી ગયો.
(10:25 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
