તા. ૧૯ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૦ ગુરૂવાર
News of Thursday, 8th May 2025
પાકિસ્તાનઃ આર્મીના વાહન પર હુમલોઃ મુનીરના ૧૨ સૈનિકોના મોત
પાકિસ્તાનમાં, BLA એટલે કે, બલોચ લિબરેશન આર્મીએ પાકિસ્તાની સેના સાથે લોહીની હોળી રમી :બલોચ લિબરેશન આર્મીએ બોલાનના માચ કુંડ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહેલા પાકિસ્તાની સેનાના વાહન પર રિમોટ-કંટ્રોલ્ડ IED વડે હુમલો કર્યો હતો

કરાંચી તા.૮: ભારતના ભય વચ્ચે પાકિસ્તાનને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. પાકિસ્તાનમાં, BLA એટલે કે, બલોચ લિબરેશન આર્મીએ પાકિસ્તાની સેના સાથે લોહીની હોળી રમી છે. બલોચ લિબરેશન આર્મીએ બોલાનના માચ કુંડ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહેલા પાકિસ્તાની સેનાના વાહન પર રિમોટ-કંટ્રોલ્ડ IED વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં પાકિસ્તાની સેનાના ૧૨ સૈનિકો માર્યા ગયા છે. પાકિસ્તાનને આ ફટકો એવા સમયે લાગ્યો છે, જ્યારે એક દિવસ પહેલા જ ભારતે મિસાઇલ હુમલો કરીને પાકિસ્તાન અને ભ્બ્ધ્માં ૯ આતંકવાદી ઠેકાણાઓનો ઉડાવી દીધા હતા. જણાવી દઈએ કે, પાકિસ્તાન હજુ પણ ઓપરેશન સિંદૂરથી ભયમાં છે.
હકીકતમાં, છેલ્લા કેટલાક સમયથી, બલૂચિસ્તાનની બલૂચ લિબરેશન આર્મી પાકિસ્તાનને મુશ્કેલીમાં મૂકી રહી છે. બલૂચિસ્તાનના બોલાન જિલ્લાના માચ કુંડ વિસ્તારમાં બલૂચ લિબરેશન આર્મી (BLA) એ પાકિસ્તાન આર્મીના વાહન પર રિમોટ-કંટ્રોલ્ડ IED હુમલો કર્યો હતો. આ હુમલામાં ૧૨ પાકિસ્તાની સૈનિકો ઘટનાસ્થળે જ મળત્યુ પામ્યા હતા.
૭ મે ૨૦૨૫ ના રોજ જ્યારે પાકિસ્તાની સેનાનો કાફલો પેટ્રોલિંગ કરી રહ્યો હતો, ત્યારે શોરકંદ વિસ્તારમાં આ હુમલો થયો હતો, આ હુમલાની જવાબદારી BLA એ લીધી છે. આ હુમલો BLA ના સ્પેશિયલ ટેક્ટિકલ ઓપરેશન્સ સ્ક્વોડ (STOS) દ્વારા કરવામાં આવ્યો હતો. આ હુમલામાં વાહન સંપૂર્ણપણે નાશ પામ્યું હતું. આ સાથે, તેમાં સવાર તમામ સૈનિકો માર્યા ગયા હતા.
પાકિસ્તાની સેનાના સૈનિકોના મળતદેહો મૂકવામાં આવે તે પહેલાં, ભારત આતંકવાદીઓના મળતદેહો મૂકી ચૂકયું છે. ભારતે ૭ મેના રોજ મધ્યરાત્રિએ મિસાઇલોથી હુમલો કર્યો હતો. ઓપરેશન સિંદૂર હેઠળ, પાકિસ્તાન અને પીઓકેમાં ૯ આતંકવાદી ઠેકાણાઓનો નાશ કરવામાં આવ્યો હતો. ભારતના હુમલામાં ૭૦ થી વધુ પાકિસ્તાની આતંકવાદીઓ માર્યા ગયા હોવાની વાત સામે આવી છે. જોકે, પાકિસ્તાન દાવો કરી રહ્યું છે કે, ૨૬ આતંકવાદીઓ જ માર્યા ગયા છે. (૩૮.૪)
(10:17 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
