News of Thursday, 8th May 2025
યુવાનોએ રાષ્ટ્રપ્રેમનો સંદેશ અને સેનાને સલામી આપતા ડી.પી. સ્ટેટ્સ પર મૂકયા

‘સિંદૂર તો સિર્ફ ઝાંકી હૈ, અભી મહેંદી ઔર હલ્દી બાકી હૈઃ મેસેજનો મારો
સોશિયલ મીડિયા ઓપરેશન સિંદૂરના ફોટો વીડિયોથી છવાયુંનવી દિલ્હી તા.૮: પહલગામમાં થયેલા આતંકી હુમલા બાદ છેલ્લા ૧૫ દિવસથી દેશવાસીઓમાં દેખાવેલો ભભુકતો રોપ બુધવારે વહેલી સવારે થોડો ઘણો શાંત પડ્યો હતો. આતંકીઓને પનાહ આપતા પાકિસ્તાનમાં ઘૂસીને આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા બાદ શહેરીજનોનો જુસ્સો ચરમસીમાએ પહોંચ્યો હતો. દરમિયાન સોશિયલ મીડિયા એકાઉન્ટ્સમાં પણ ઓપરેશન સિંદૂર છવાઈ ગયું હતું. સવારે યુવાનો, મોટેરાઓ, બુદ્ધિજીવીઓના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સમાં ઓપરેશન સિંદૂરના ફોટા અને વીડિયો ફરતા થઈ ગયા હતા. બપોરે ૨ વાગ્યા સુધી ઓપરેશન સિંદૂરની જાણકારી, માહિતી આપતા મેસેજ કરતા થયા હતા. તે સાથે જ સેનાની એર સ્ટ્રાઈકની ભારે પ્રશંસા કરાઈ હતી. યુવાનોએ ભારત માતા કી જય, જય હો જેવા સ્લોગન, આર્મી જવાનોના ફોટા અને ઓપરેશન સિદૂરના લોગો સાથેના ડી.પી. મૂકયા હતા. તે સાથે જ પાકિસ્તાનને સબક શીખવતા હુમલા અંગે આકરી પ્રતિક્રિયા સાથેના મેસેજ પણ ફરતા થયા હતા. શાયરી, વિવિધ તર્ક સાથે ફરતા થયેલા મેસેજ પર લોકોએ ગર્વભેર પ્રતિક્રિયા પણ આપી હતી.
સોશિયલ મીડિયામાં ફરતા થયેલા મેસેજ
૧. ઉપર ઇન્દ્ર અને નીચે નરેન્દ્ર.. અત્યારે બન્ને ફૂલ ફોર્મમાં છે. - જય હો, ભારત માતા કી જય..
૨. શું કરારો જવાબ આપ્યો છે, છાતી ઠોકી હિસાબ આપ્યો છે.
૩ . યહ તો ચીટિંગ હૈં,
મોકડ્રિલ બોલકર મિસાઇલ સે એટેક.
૪. વાહ મોદીજી ઇન્ડિયા સે પહેલે પાકિસ્તાન મેં સાયરન બજવા દીયા.
૫. વી આર નોટ ઇન ડેન્જર, વી આર ડેન્જરઃ પાવર
૬.સિંદુરઃ સોહાગણના સેંથામાં ઝળહળે, શરા નરની ખાંભીએ પરજળે સત્તીઆઇની ચૂંદડીએ ચળકે, આદશકતના તરહળે ઝળકે, બહુ બળવાળા બજરંગીને ચડે, ભારત માના ભાલે તિલક ચડે.
૭. સિંદૂર તો સિર્ફ ઝાંકી હૈં, મહેંદી ઔર હલ્દી બાકી હૈં.
૮. આજ રાજકુમાર કા ફેમસ ડાયલોગ યાદ આ રહા હૈં.
હમ તુમ્હેં મારેંગે ઔર જરૂર મારેંગે, લેકિન વો બંદુક ભી હમારી હોગી,ગોલી ભી હમારી હોગી ઔર વક્ત ભી હમારા હોગા, બસ જમીન તુમ્હારી હોગી
૯. ઘર મેં ઘુસકર મારા હૈં, કબ્ર તુમ્હારી ખોદી હૈં, ભારત કી ગદ્દી પર બૈઠા, બાપ તુમ્હારા મોદી હૈં.
(10:15 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
