તા. ૧૯ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૦ ગુરૂવાર
News of Thursday, 8th May 2025
ભારતના ૮૦ વિમાનોએ તબાહી મચાવી
પાક વડાપ્રધાન શાહબાજ શરીફે કરી કબુલાત

ઈસ્લામાબાદ, તા.૮: પહેલગામ આતંકવાદી હુમલાનો બદલો લેવા માટે, ભારતે પાકિસ્તાન અને પીઓકેમાં નવ આતંકવાદી ઠેકાણાઓ પર મિસાઇલોથી મોટો હુમલો કર્યો. ગઈકાલે રાત્રે થયેલા આ ઓપરેશનને ઓપરેશન સિંદૂર નામ આપવામાં આવ્યું હતું, જેમાં જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ-તૈયબાના ૯૦ થી વધુ આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા હતા. ભારતના આ હુમલાના ઘણા કલાકો પછી પણ પાકિસ્તાનમાં ભયનું વાતાવરણ છે. પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે પણ ભારત દ્વારા કરવામાં આવેલા વિનાશનો સ્વીકાર કર્યો છે અને કહ્યું છે કે આ હુમલામાં ૮૦ ભારતીય વિમાનો સામેલ હતા.
પાકિસ્તાની પીએમ શરીફે કહ્યું કે પાકિસ્તાની સેના કોઈપણ હુમલાનો સામનો કરવા માટે તૈયાર છે. જોકે, તેની વાસ્તવિકતા એ વાત પરથી જાણી શકાય છે કે ભારતે કોઈ પણ સમસ્યા વિના થોડીવારમાં મિસાઈલ હુમલા કરીને ઘણા પાકિસ્તાની ઠેકાણાઓને સંપૂર્ણપણે નષ્ટ કરી દીધા અને પાકિસ્તાન ફક્ત જોતું રહ્યું. આ હુમલામાં જૈશના વડા મસૂદ અઝહરના પરિવારના ૧૦ સભ્યો પણ માર્યા ગયા હતા. બંને દેશો વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે સંસદના સત્રને સંબોધતા શાહબાઝે દાવો કર્યો હતો કે, ગઈકાલે રાત્રે થયેલા હુમલામાં ૮૦ ભારતીય વિમાનો સામેલ હતા. શરીફે વધુમાં કહ્યું કે તેમની સેનાને ભારતની યોજનાઓ વિશે અગાઉથી ગુપ્ત માહિતી હતી. શાહબાઝે કહ્યું, આપણા સશષા દળો ૨૪ કલાક હાઈ એલર્ટ પર છે અને માતળભૂમિની રક્ષા માટે તૈયાર છે.
શરીફે કહ્યું કે પાકિસ્તાને પહેલગામ હુમલાની પારદર્શક આંતરરાષ્ટ્રીય તપાસની ઓફર કરી છે. દરમિયાન, નાયબ વડા પ્રધાન અને વિદેશ પ્રધાન ઇશાક ડારે કહ્યું કે ભારતના હુમલા છતાં, પાકિસ્તાને સંયમ જાળવી રાખ્યો. અગાઉ, શેહબાઝ શરીફે રાષ્ટ્રીય સુરક્ષા પરિષદની બેઠકની અધ્યક્ષતા કરી હતી, જેમાં કેબિનેટ મંત્રીઓ, મુખ્યમંત્રીઓ, તમામ સેવા વડાઓ અને વરિષ્ઠ અધિકારીઓએ હાજરી આપી હતી. ભારતીય સશષા દળોએ મંગળવારે મોડી રાત્રે પાકિસ્તાન અધિકળત કાશ્મીરમાં નવ આતંકવાદી છાવણીઓ પર મિસાઇલ હુમલા કરીને પહેલગામ આતંકવાદી હુમલાનો બદલો લીધો, જેમાં બહાવલપુરમાં જૈશ-એ-મોહમ્મદનો ગઢ અને મુરીદકેમાં લશ્કર-એ-તૈયબાનો ઠેકાણો સામેલ છે. જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં ૨૨ એપ્રિલે થયેલા આતંકવાદી હુમલામાં ૨૬ લોકો માર્યા ગયા હતા. (રર.૩)
(10:04 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
