News of Tuesday, 6th May 2025
ભારત અને યુકે વચ્ચે ઐતિહાસિક મુક્ત વેપાર કરાર સફળતાપૂર્વક પૂર્ણ : વડાપ્રધાન મોદીએ આપી જાણકારી
બંને દેશો વચ્ચે દ્વિ-યોગદાન સંમેલન પણ સંપન્ન : વડાપ્રધાન મોદીએ યુકેના વડાપ્રધાન સ્ટારમરને ભારત આવવાનું આમંત્રણ આપ્યું

નવી દિલ્હી : ભારત અને યુકેએ એક ઐતિહાસિક સીમાચિહ્નરૂપ પગલું ભરતાં, મહત્વાકાંક્ષી અને પરસ્પર લાભદાયી મુક્ત વેપાર કરાર (FTA) અને દ્વિ-યોગદાન સંમેલન સફળતાપૂર્વક પૂર્ણ કર્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે તેમના યુકેના સમકક્ષ કીર સ્ટારમર સાથે વાતચીત કરી હતી.
સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં મોદીએ જણાવ્યું હતું કે, આ સીમાચિહ્નરૂપ કરારો ભારત-યુકે વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીને વધુ ગાઢ બનાવશે અને બંને દેશોની અર્થવ્યવસ્થામાં વેપાર, રોકાણ, વૃદ્ધિ, રોજગાર સર્જન અને નવીનતાને વેગ આપશે. મોદીએ સ્ટારમરને ટૂંક સમયમાં ભારત આવકારવાની આશા વ્યક્ત કરી હતી.
(7:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
