News of Tuesday, 6th May 2025
ફિલ્મી અંદાજમાં EDની ચોંકાવનારી કાર્યવાહી : કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ધર્મ સિંહ ચૌધરીની ધરપકડ:જુઓ વિડીયો
દિલ્હીની શાંગરી-લા હોટલમાં રોમાંચક દોડધામ બાદ ઝડપાયા : સોશિયલ મીડિયા પર વીડિયો થયો વાયરલ

लंबे समय से फरार चल रहे हरियाणा के समालखा से पूर्व कांग्रेस विधायक धर्म सिंह छोक्कर को कल ED ने दिल्ली के ये शांगरी-ला होटल से गिरफ्तार किया
— DelhiUptodate (@Delhiuptodate) May 6, 2025
ईडी की टीम ने दौड़कर धर्म सिंह छौक्कर की घेराबंदी की, फिर उन्हें नाटकीय अंदाज में एक होटल से गिरफ्तार किया है। pic.twitter.com/8VqCJOMIIj
દિલ્હી : બોલિવૂડ ફિલ્મોની જેમ રોમાંચક ઘટનાક્રમ દિલ્હીની એક ફાઇવ સ્ટાર હોટલમાં જોવા મળ્યો, જ્યાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ના અધિકારીઓએ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ધર્મ સિંહ ચૌધરીની ધરપકડ કરી. સોમવારે રાત્રે શાંગરી-લા હોટલમાં બનેલી આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
*દોડધામ અને ધરપકડનો રોમાંચ*
EDને ગુપ્ત માહિતી મળી હતી કે હરિયાણાના 61 વર્ષીય પૂર્વ ધારાસભ્ય ધર્મ સિંહ ચૌધરી દિલ્હીની શાંગરી-લા હોટલના ‘ગ્રપ્પા બાર’માં હાજર છે. આ માહિતીના આધારે EDના તપાસ અધિકારી ગૌતમ બારાઈ અને ગુરુગ્રામ ઝોનના જોઈન્ટ ડિરેક્ટર નવનીત અગ્રવાલ ઘટનાસ્થળે પહોંચ્યા. ED અધિકારીઓનો સામનો થતાં જ ચૌધરી ભાગવાનો પ્રયાસ કરવા લાગ્યા. જોકે, અધિકારીઓએ તેમનો પીછો કરીને હોટલના ગેટ પાસે તેમને ઝડપી લીધા અને જમીન પર પછાડી દીધા. આ દરમિયાન ચૌધરીએ અધિકારીઓ પર હુમલો કરવાનો પણ પ્રયાસ કર્યો હોવાનો આરોપ છે. સ્થાનિક પોલીસની મદદથી ચૌધરીને રાત્રે 2:37 વાગ્યે ED મુખ્યાલય લઈ જવામાં આવ્યા, જ્યાં તેમની ધરપકડ કરવામાં આવી. ગુરુગ્રામ કોર્ટે તેમને છ દિવસની ED કસ્ટડીમાં મોકલ્યા છે.
ધર્મ સિંહ ચૌધરી અને તેમના પુત્રો વિકાસ (ફરાર) અને સિકંદર પર 1,500થી વધુ ઘર ખરીદદારો સાથે છેતરપિંડીનો આરોપ છે. તેમની રિયલ એસ્ટેટ કંપની ‘માહિરા ગ્રુપ’ દ્વારા 500 કરોડ રૂપિયાથી વધુની ઉચાપત કરવામાં આવી હોવાનું EDનું કહેવું છે. નવેમ્બર 2021માં ચૌધરી સામે મની લોન્ડરિંગનો કેસ નોંધાયો હતો, અને ત્યારથી ED તેમને સમન્સ જારી કરી રહી હતી. ગયા વર્ષે એપ્રિલમાં તેમના પુત્ર સિકંદરની હરિદ્વારથી ધરપકડ કરવામાં આવી હતી, જે હાલ જામીન પર છે.
EDની તપાસમાં જાણવા મળ્યું કે ચૌધરી માહિરા ગ્રુપની છ કંપનીઓમાં ડિરેક્ટર હતા, જે ગુરુગ્રામના સેક્ટર 68, 103 અને 104માં રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ્સ વિકસાવી રહી હતી. એજન્સીનો દાવો છે કે ઘર ખરીદદારો પાસેથી એકત્ર કરેલા નાણાં નકલી ખરીદી દ્વારા ઉચાપત કરવામાં આવ્યા, જેના કારણે 56 કરોડ રૂપિયાનું મની લોન્ડરિંગ થયું.
(6:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
