તા. ૧૦ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૩ બુધવાર
News of Tuesday, 6th May 2025
ચોમાસાના મોટા સમાચાર : હવામાન વિભાગે આપી તારીખ : આ દિવસે બેસી શકે છે ચોમાસુ
હવામાન વિભાગે ચોમાસા અંગે જાહેર કર્યો મહત્વપૂર્ણ અપડેટ : જાણો ક્યારે થશે દસ્તક

નવી દિલ્હી, તા. ૬: ભારતના હવામાન વિભાગે ચોમાસાને લઈને એક મોટું અપડેટ જાહેર કર્યું છે. IMDએ જણાવ્યું છે કે દક્ષિણ-પશ્ચિમ ચોમાસું ૧૩ મે, ૨૦૨૫ની આસપાસ દક્ષિણી આંદામાન સમુદ્ર, દક્ષિણ-પૂર્વી બંગાળની ખાડીના કેટલાક ભાગો અને નિકોબાર ટાપુ તરફ આગળ વધી શકે છે.
ભારતના હવામાન વિભાગે અગાઉથી જ માહિતી આપી છે કે આ વર્ષે જૂનથી સપ્ટેમ્બરમાં ભારતમાં વરસાદ સામાન્ય કરતાં વધારે થશે. લાંબા ગાળાના સરેરાશ વરસાદ ૧૦૫ ટકા (± ૫%) રહેશે. આનો અર્થ એ છે કે આ વખતે વરસાદ સામાન્ય કરતાં થોડો વધારે રહેશે, જે ખેડૂતો માટે વધુ ફાયદાકારક માનવામાં આવે છે.
IMDએ જણાવ્યું કે આ મહિને એટલે કે મે ૨૦૨૫ના અંતમાં ચોમાસા અંગે વધુ એક અપડેટ જાહેર કરવામાં આવશે. લદ્દાખ, નોર્થ ઈસ્ટ અને તમિલનાડુ સિવાય દેશના મોટાભાગના વિસ્તારોમાં સામાન્ય વરસાદનું અનુમાન છે.
આજના હવામાનની વાત કરીએ તો, સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતના કેટલાક ભાગોમાં આજે ભારેથી અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ઉત્તરાખંડ, પૂર્વી રાજસ્થાન, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, આસામ અને મેઘાલયમાં પણ વરસાદનું અનુમાન છે.
(3:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
