<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 6th May 2025

સોનાએ ફરી ૧,૦૦,૦૦૦ ની સપાટી વટાવી

આજે વધુ ૨૦૦૦ રૂા.નો ઉછાળોઃ સોનું ૧૦ ગ્રામના ભાવ વધીને ૧,૦૦,૨૦૦ રૂા. થયા : બે દિવસમાં સોનામાં ૩પ૦૦ રૂા.નો તોતીંગ ઉછાળોઃ ચાંદીમાં પણ ૧૦૦૦ રૂા. નો ઉછાળો થતા ભાવ ૯૮,૦૦૦ રૂા. થયા

રાજકોટ, તા., ૬: સોનામાં તેજીનો દોર ફરી શરૂ થયો હોય તેમ આજે વધુ ૨૦૦૦ રૂા.નો ઉછાળો થતા સોનાના ભાવે ફરી ૧ લાખની સપાટી વટાવી દીધી છે.

બુલીયન માર્કેટમાં ડોલરમાં તેજીને પગલે આજે સ્‍થાનીક બજારમાં સોનામાં વધુ ર૦૦૦ રૂા.નો ભાવવધારો થયો હતો. ગઇકાલે રાત્રે  સોનુ સ્‍ટાન્‍ડર્ડ (૧૦ ગ્રામ)નો ભાવ ૯૮ર૦૦ રૂા. હતા તે વધીને આજે બપોરે ૧, ૦૦,ર૦૦ રૂા. થયા છે. સોનાના બિસ્‍કીટમાં એક જ ઝાટકે ર૦,૦૦૦ રૂા.નો ભાવવધારો થયો છે. સોનાના બિસ્‍કટ (૧૦૦ ગ્રામ)નો ભાવ ૯,૮ર,૦૦૦ રૂા. હતા તે વધીને આજે બપોરે ૧૦,૦ર,૦૦૦ રૂા.ની સપાટીએ ભાવ પહોંચ્‍યા છે.

ગઇકાલે સોનામાં ૧પ૦૦ રૂા. વધ્‍યા બાદ આજે વધુ ર૦૦૦ રૂા.નો ઉછાળો થતા  છેલ્લા ર૪ કલાકમાં સોનામાં ૩૫૦૦ રૂપીયાનો તોતીંગ ભાવ વધારો થયો છે.

સોનાની સાથે ચાંદીમાં પણ ભાવ વધ્‍યા હતા. ચાંદીમાં  ૧૦૦૦ રૂપીયાના ભાવ વધારા સાથે ચાંદી ૧ કિલોનો ભાવ ૯૭,૦૦૦ રૂા. હતા તે વધીને ૯૮,૦૦૦ રૂા. થયા છે. (૪.૩૦)

(3:00 PM IST)