News of Tuesday, 6th May 2025
કોઈ કોઈનું નથીઃ લગ્નના ૨૭ વર્ષ પછી દિયર સાથે ભાગી ગઈ પત્ની
જેને ઘરમાં રાખ્યો તેના જ ઘરની હોળી કરી નાખી

ફતેહપુર તા.૬: ઉત્તર પ્રદેશના ફતેહપુર જિલ્લામાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. દિયરના પ્રેમમાં પાગલ થયેલી ભાભીએ પોતાના પતિને છોડીને ભાગી ગઈ. પીડિત પતિએ એસપીને મળીને ન્યાયની માગ કરી છે. આ ઘટના ફતેહપુરના સદર કોતવાલી વિસ્તારની છે.
ફતેહપુરના રહેવાસી કલ્લૂના લગ્ન ૨૦૦૨માં સુનીતા નામની મહિલા સાથે થઈ હતી. કેટલાય વર્ષો સુધી બધું જ સામાન્ય ચાલતું રહ્યું પણ અચાનક બધું જ બદલાઈ ગયું જ્યારે સુનીતાને પોતાના દિયર રાજૂ સાથે પ્રેમ થઈ ગયો. રાજૂ બરેલી જિલ્લામાં ટ્રકનો ખલાસી છે. સુનીતા કોઈને પણ કહ્યા વિના રાજૂ સાથે ભાગી ગઈ.
પીડિત પતિ કલ્લૂએ જણાવ્યું કે, રાજૂ તેના સગા મામાનો છોકરો છે અને છેલ્લા ૪ મહિનાથી તેના ઘરમાં જ રહેતો હતો. કલ્લૂએ પોતાની પત્ની અને દિયર બંને સાથે કેટલીય વાર સંપર્ક કરવાની કોશિશ કરી, પણ તેમના મોબાઈલ બંધ આવી રહ્યા છે. જ્યારથી જાણવા મળ્યું કે, સુનીતા બરેલી છે, તે ખુદ બરેલી પહોંચી ગયો. પણ અહીં તેમને કોઈ મળ્યું નહીં.
થાકી હારીને કલ્લૂએ પોલીસમાં ગુમ થવાની ફરિયાદ નોંધાવી. કલ્લૂએ આરોપ લગાવ્યો કે, તેની પત્ની જતી વખતે લગભગ ૨૫ હજાર રૂપિયા રોકડા, ચાંદીના પાયલ, સોનાની વીંટી અને મંગળસૂત્ર પણ સાથે લેતી ગઈ છે. હવે કલ્લૂ શરમ અને ગુસ્સાના ઘૂંટ પીને પોતાની પત્ની પાછી આવે તેની રાહ જોઈ રહ્યો છે.
હાલમાં સદર કોતવાલી પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. પણ મહિલા અને તેના દિયરનો કયાંય પત્તો નથી. પીડિત પતિએ એસપીને મળીને ન્યાય માટે માગ કરી છે
(10:15 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
