News of Tuesday, 6th May 2025
પાકિસ્તાનના ડિફેન્સ મિનિસ્ટર કહે છે, ભારત એલઓસી પર મોટાપાયે હુમલો કરવાની યોજના બનાવી રહ્યું છે: ન્યુઝ ફર્સ્ટ

ઇસ્લામાબાદ: ગઈ રાત્રે પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાને ફરી એકવાર દાવો કર્યો છે કે ભારત નિયંત્રણ રેખા (એલઓસી) પર મોટા હુમલા કરવાની યોજના બનાવી રહ્યું છે. જો કે, ભારતે આ દાવાને પાયાવિહોણો ગણાવીને નકારી કાઢ્યો છે.
દરમિયાન: ભારતે આવતીકાલે, ૭મી મેના રોજ અનેક રાજ્યોમાં લશ્કરી મોક ડ્રીલ હાથ ધરવાનો નિર્ણય લીધો છે, જેના માટે આદેશો અને માર્ગદર્શિકા જારી કરવામાં આવ્યા છે.
આ મોક ડ્રીલ દેશની સંરક્ષણ તૈયારીઓની સમીક્ષા અને તેને વધુ મજબૂત કરવાના ભાગરૂપે યોજાઈ રહી છે. ગૃહ મંત્રાલયે આ અંગે તમામ સંબંધિત રાજ્યોને જરૂરી સૂચનાઓ આપી દીધી છે.
આ મોક ડ્રીલમાં દુશ્મનાવટપૂર્ણ હુમલાની સ્થિતિમાં નાગરિક સંરક્ષણની તૈયારીઓનું પણ મૂલ્યાંકન કરવામાં આવશે. જેમાં એર રેઇડ સાયરનનું સંચાલન, નાગરિકોને તાલીમ, બ્લેક આઉટની વ્યવસ્થા અને મહત્વપૂર્ણ સ્થાનોનું કેમોફ્લેજિંગ જેવી બાબતોનો સમાવેશ થાય છે.
આ કવાયતનો હેતુ કોઈપણ સંભવિત ખતરા સામે દેશની સુરક્ષાને સુનિશ્ચિત કરવાનો છે.
(9:42 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
