<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 5th May 2025

જાસૂસ બાદ પંજાબમાંથી પાકિસ્તાની નાગરિક ઝડપાયો

ઘૂસણખોરી કરી રહ્યો હોવાનો BSFનો દાવોઃઆ પાકિસ્તાની નાગરિક ગુજરાંવાલાનો રહેવાસી છે, તેની પાસેથી અમુક રૃપિયા અને એક આઈડી કાર્ડ મળી આવ્યું

ગુરદાસપુર: ભારત-પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે બીએસએફએ પંજાબના ગુરદાસપુરમાંથી વધુ એક પાકિસ્તાની નાગરિકની ધરપકડ કરી છે. આ પાકિસ્તાની નાગરિક ગુજરાંવાલાનો રહેવાસી છે. તેની પાસેથી અમુક રૃપિયા અને એક આઈડી કાર્ડ મળી આવ્યું છે. હાલ બીએસએફ અને પોલીસ તેની પૂછપરછ કરી રહી છે.

અગાઉ બીએસએફએ ૩ મેના રોજ રાજસ્થાનમાંથી ભારત-પાકિસ્તાન સરહદ પરથી પાકિસ્તાની સૈનિકની ધરપકડ કરી હતી. તે જ તારીખે મોડી રાત્રે બીએસએફએ પંજાબના ગુરદાસપુરમાં પાકિસ્તાની નાગરિકની ધરપકડ કરી હતી. પહલગામ આતંકી હુમલા બાદ બંને દેશોની સરહદ પર ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. બીએસએફએ ત્રણ જુદી-જુદી ઘટનાઓમાં પંજાબની આંતરરાષ્ટ્રીય સરહદ નજીકથી એક ડ્રોન, પિસ્તોલ ફ્રેમ, હેરોઈનનું પેકેટ જપ્ત કર્યું હતું. પહેલી ઘટનામાં  લક્ખા સિંહવાલા ગામમાં આવેલી સરહદ નજીક તૈનાત બીએસએફના જવાનોને એક ખેતરમાંથી પિસ્તોલ ફ્રેમ અને બે મેગ્ઝિન મળી હતી.

આ ઉપરાંત, ગુપ્ત માહિતીના આધારે, મ્જીહ્લ એ અમૃતસર જિલ્લાના મહાવા ગામ નજીક સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું, જેમાં ૫૫૦ ગ્રામ હેરોઈન ભરેલું પેકેટ જપ્ત કરવામાં આવ્યું હતું. અધિકારીઓના જણાવ્યા અનુસાર, પેકેટ સફેદ કપડામાં લપેટાયેલું હતું. પંજાબ પોલીસ સાથે સંયુક્ત સર્ચ ઓપરેશનમાં, મ્જીહ્લએ તરનતારન જિલ્લાના મેહદીપુર ગામ નજીકના એક ખેતરમાંથી એક ડ્રોન પણ જપ્ત કર્યું હતું.

પંજાબ પોલીસે ૪ મે ૨૦૨૫ના રોજ અમૃતસરમાં લશ્કરી છાવણી વિસ્તારો અને વાયુસેનાના ઠેકાણાઓની સંવેદનશીલ માહિતી અને ફોટોગ્રાફ્સ લીક કરવામાં કથિત ભૂમિકા બદલ બે લોકોની ધરપકડ કરી હતી. ડીજીપી ગૌરવ યાદવે જણાવ્યું હતું કે, બંને કથિત રીતે પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI ને સંવેદનશીલ માહિતી મોકલી રહ્યા હતા. પોલીસે આરોપીઓ પાસેથી બે મોબાઈલ ફોન પણ જપ્ત કર્યા છે.

(9:50 PM IST)