તા. ૮ ઓક્ટોબર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા વદ – ૧૩ ગુરૂવાર
News of Saturday, 3rd May 2025
આસારામના પુત્ર નારાયણ સાંઈ દ્વારા દાખલ કરાયેલી ફર્લો અરજી હાઇકોર્ટે ફગાવી દીધી
સાહેદો ઉપર હુમલો અને ધમકીના ડરની ભીતિ છે. નારાયણ સાંઈને જેલમુક્ત કરવાથી સાક્ષીઓને જોખમ રહેતા હાઇકોર્ટે આ અરજી ફગાવી

અમદાવાદ : આસારામના પુત્ર નારાયણને 2019માં સુરતની સેશન્સ કોર્ટે બળાત્કારના ગુનામાં દોષિત ઠેરવીને આજીવન કેદની સજા ફટકારી હતી. જોકે આસારામના પુત્ર નારાયણ સાંઈ દ્વારા દાખલ કરાયેલી ફર્લો અરજી હાઇકોર્ટે ફગાવી કાઢી છે.
મળતી માહિતી મુજબ, આસારામના પુત્ર નારાયણ સાંઈની મુશ્કેલીઓ વધી છે. નારાયણ સાંઈએ કરેલી ફર્લો અરજી ગુજરાત હાઇકોર્ટે ફગાવી છે. નારાયણ સાંઈને જેલમાં જ રહેવું પડશે. નારાયણ સાંઈની ફર્લો અરજી ફગાવતા ગુજરાત હાઇકોર્ટે અવલોકન કરતા કહ્યું હતું કે, સાહેદો ઉપર હુમલો અને ધમકીના ડરની ભીતિ છે. નારાયણ સાંઈને જેલમુક્ત કરવાથી સાક્ષીઓને જોખમ રહેતા HCએ આ અરજી ફગાવી છે. જેલ IGએ નારાયણ સાંઈએ ફર્લો આપવાનો ઇન્કાર કરતા વિવાદ પહોંચ્યો હતો. જેલ આઈજીએ ફર્લો ન આપતા નારાયણ સાંઈએ HCમાં અરજી કરી હતી.
2019માં સુરતની સેશન્સ કોર્ટે દુષ્કર્મના કેસમાં નારાયણ સાંઈને દોષિત ઠેરવીને આજીવન કેદની સજા ફટકારી હતી. 27 જાન્યુઆરી, 2025ના રોજ સંબંધિત ઓથોરિટી સમક્ષ ફર્લો રજા માગતી અરજી દાખલ કરી હતી, જેને ગુજરાત હાઇકોર્ટે ફગાવી છે.
(7:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
