News of Thursday, 1st May 2025
પહેલગામના ભીષણ આતંકી હુમલામાં સંડોવાયેલા આતંકીઓને લઈને ચોંકાવનારા સત્ય જાહેર થયાં
મહારાષ્ટ્ર્ના પ્રવાસીઓનો ચોંકાવનારો ખુલાસો : પહેલગામમાં થયેલા ઘાતક હુમલાના એક દિવસ પહેલા તેણે શંકાસ્પદ આતંકવાદીઓમાંથી એક સાથે વાતચીત કરી હતી

પહેલગામના ભીષણ આતંકી હુમલામાં સંડોવાયેલા આતંકીઓને લઈને ચોંકાવનારા સત્ય જાહેર થયાં છે. હુમલામાં પકડાયેલા એક ઓવર ગ્રાઉન્ડ વર્કરની પૂછપરછમાં એનઆઈએને એવું જાણવા મળ્યું કે હુમલાના 2 દિવસ પહેલાં આતંકીઓ બૈસરન વેલી (ખીણ)માં હાજર હતા.
નામ ન આપવાની શરતે એવી અધિકારીએ એવું કહ્યું કે આતંકવાદીઓ 15 એપ્રિલના રોજ પહેલગામ પહોંચ્યા હતા અને મનોહર બૈસરન ખીણ સહિત ઓછામાં ઓછા ચાર સ્થળોની તપાસ કરી હતી. અન્ય ત્રણ સંભવિત લક્ષ્યો અરુ ખીણ, સ્થાનિક મનોરંજન પાર્ક અને બેતાબ ખીણ હતા અને આતંકવાદીઓ દ્વારા તેમની દેખરેખ હેઠળ પણ હતા. સૂત્રો કહે છે કે આ ઝોનમાં સુરક્ષા વ્યવસ્થા વધારવાથી આતંકવાદીઓ ત્યાં હુમલાઓ કરતા રોકાયા હતા.
ઓછામાં ઓછા ચાર OGW એ આતંકવાદીઓને જાસૂસી અને લોજિસ્ટિકલ સપોર્ટમાં મદદ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. હુમલા પહેલાના તબક્કા દરમિયાન આ પ્રદેશમાં ત્રણ સેટેલાઇટ ફોનના ઉપયોગ અંગે પુરાવા પણ સામે આવ્યા છે. આમાંથી બે ઉપકરણોમાંથી સિગ્નલો સફળતાપૂર્વક શોધી કાઢવામાં આવ્યા છે
પહેલગામમાં આતંકી હુમલાના એક દિવસ પહેલાં મહારાષ્ટ્રના એક પ્રવાસીનો આતંકી સાથે ભેટો થયો હતો પરંતુ તે વખતે તેને ખબર નહોતી કે આતંકવાદીઓ ઘાટીને લોહીલુહાણ કરવા આવ્યાં છે. મહારાષ્ટ્રના જાલનાના એક યુવકે જણાવ્યું છે કે 22 એપ્રિલે કાશ્મીરના પહેલગામમાં થયેલા ઘાતક હુમલાના એક દિવસ પહેલા તેણે શંકાસ્પદ આતંકવાદીઓમાંથી એક સાથે વાતચીત કરી હતી. આદર્શ રાઉત નામના આ યુવાને કહ્યું કે હું 21 એપ્રિલે બૈસરન ખીણમાં હતો ત્યારે એક ફૂડ સ્ટોલ પર શંકાસ્પદ વ્યક્તિને મળ્યો હતો, જ્યાં તેણે મને કહ્યું કે તું હિદું છો, કાશ્મીરનો નથી લાગતો? આટલું કહીને સંદિગ્ધ જતો રહ્યો હતો.
આદર્શે કહ્યું કે હું જ્યારે લંચ માટે ઘોડા પરથી નીચે ઉતર્યો ત્યારે પેલો સંદિગ્ધ બોલ્યો હતો કે આજે અહીં ભીડ ઓછી છે. આટલું કહીને તે જતો રહ્યો હતો. સંદિગ્ધની વાત જાણીને આદર્શ બેચેન બન્યો હતો, ત્યારે તેણે કંઈ ન કર્યું પરંતુ બીજા દિવસે એટલે કે 22 એપ્રિલે ખબર પડી કે આતંકીઓએ હુમલો કર્યો હતો. એનઆઈએ દ્વારા રિલિઝ સ્ક્રેચમાં પણ આદર્શે પેલા આતંકવાદીને ઓળખી દેખાડ્યો હતો.
15 એપ્રિલે આવેલા આતંકવાદીઓએ એક અઠવાડિયા બાદ 22 એપ્રિલે પહેલગામની બૈસરન ખીણમાં હુમલો કરીને 26 પ્રવાસીઓની હત્યા કરી નાખી હતી.
(1:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
