<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 1st May 2025

ભારતે પાકિસ્‍તાની સેનાની ઓફીશીયલ યુટયુબ ચેનલ કરી બેન

 

નવી દિલ્‍હીઃ પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારત પાકિસ્‍તાન વિરુદ્ધ સતત કડક નિર્ણયો લઈ રહ્યું છે. આજે સવારે પાકિસ્‍તાનની ISPR સત્તાવાર યુટયુબ ચેનલને પણ ભારતમાં બ્‍લોક કરી દેવામાં આવી હતી. આ પહેલા કેન્‍દ્ર સરકારે ઘણી પાકિસ્‍તાની સેલિબ્રિટીઝના યુટયુબ ચેનલો અને પાકિસ્‍તાનના સંરક્ષણ પ્રધાન ખ્‍વાજાના એક્‍સ હેન્‍ડલને બ્‍લોક કરી દીધા છે. હવે ભારતમાં ડોન સહિત ૧૬ પાકિસ્‍તાની યુટયુબ ચેનલો બ્‍લોક કરવામાં આવી છે અને ભારતે બીબીસીને ભારત અને પાકિસ્‍તાન વિશે રિર્પોટિંગ કરવામાં સાવધાની રાખવાની ચેતવણી પણ આપી છે. ભારતીય સેના, ભારત સરકાર, ભારતીય સુરક્ષા એજન્‍સીઓ વિરુદ્ધ ખોટી, ભ્રામક, અસામાજિક અને ઉશ્‍કેરણીજનક માહિતી ફેલાવવાને કારણે ભારતે પાકિસ્‍તાનના યુટયુબ અને એક્‍સ હેન્‍ડલ્‍સને બ્‍લોક કરવાનો નિર્ણય લીધો છે.

(1:34 PM IST)