News of Thursday, 1st May 2025
ભારતે પાકિસ્તાની એક્ટર્સ પર મૂકયો પ્રતિબંધ, હાનિયા આમિરથી માહિરા ખાન સુધીના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બ્લોક કર્યા
ભારતમાં પાકિસ્તાની સ્ટાર્સના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ દેખાતા નથી. આમાં ઘણી જાણીતી હસ્તીઓના નામ સામેલ

નવી દિલ્હી તા.૧: પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા પછી ભારત સરકારે સૌ-થમ પાકિસ્તાની ન્યૂઝ ચેનલો પર પ્રતિબંધ મૂકયો હતો. આ પછી મનોરંજન ચેનલ પર પણ પ્રતિબંધ લાદવામાં આવ્યો. હવે સમાચાર આવી રહ્યા છે કે પાકિસ્તાની સેલિબ્રિટીઓના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ્સ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
એક સમયે ભારતમાં પાકિસ્તાની એક્ટર્સની બોલબાલા હતી. ભારતમાં ઘણા પાકિસ્તાની ડ્રામા ખૂબ પસંદ કરવામાં આવ્યા છે. જેમાં માત, મેરે હમસફર અને હમસફર જેવા શૉનો સમાવેશ થાય છે. આમાં જોવા મળતા કલાકારોને ભારતમાં પણ ખૂબ પસંદ કરવામાં આવે છે. હવે ઘણા પાકિસ્તાની કલાકારોના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
ઇન્સ્ટાગ્રામે પાકિસ્તાની સેલેબ્સના એકાઉન્ટ બ્લોક કરી દીધા છે. હાનિયા આમિરનો શો મેરે હમસફર ભારતમાં ખૂબ પસંદ કરવામાં આવ્યો હતો. આ શોમાં હાલાનું પાત્ર ભજવીને તે ભારતમાં પણ ખૂબ જ લોક-યિ બની હતી.
જ્યારે માહિરા ખાને ફવાદ ખાન સાથે હમસફરમાં કામ કર્યું હતું. ગરીબ છોકરીનો રોલ અદા કર્યા બાદ તેણે ખૂબ વાહવાહી લૂંટી હતી. શાહરુખ સાથે ફિલ્મ રઈસમાં દેખાયા પછી, તે ભારતીય લોકોની પણ પ્રિય બની ગઈ. હવે તેના ઇન્સ્ટાગ્રામ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
આ સિવાય લોકો અલી ઝફર સહિત અન્ય પાકિસ્તાની સેલેબ્સના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સને ફૉલો કરી શકશે નહીં અને ન તો તેમની પોસ્ટ જોઈ શકશે. કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતે આ પગલું ભર્યું છે. તમને યાદ અપાવીએ કે ૨૨ એપ્રિલે આતંકવાદીઓએ ૨૬ પ્રવાસીઓની નિર્દયતાથી હત્યા કરી હતી.
તમને જણાવી દઈએ કે જો તમે ઇન્સ્ટાગ્રામ પર આ પાકિસ્તાની સ્ટાર્સના એકાઉન્ટ્સ સર્ચ કરશો તો તમને તેમના એકાઉન્ટ્સ દેખાશે, પરંતુ તમને એક પણ પોસ્ટ દેખાશે નહીં. જ્યારે તમે ખાતું ખોલશો, ત્યારે તમને એક મેસેજ મળશે. આ એકાઉન્ટ ભારતમાં ઉપલબ્ધ નથી. આનું કારણ એ છે કે અમે આ કન્ટેન્ટને પ્રતિબંધિત કરવા કહ્યું છે.
ઉલ્લેખનીય છે કે, હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ ભારતે પાકિસ્તાની ન્યૂઝ ચેનલ અને મનોરંજન ચેનલ પર પણ પ્રતિબંધ મૂકયો છે. જ્યારે તમે પાકિસ્તાની સિરિયલો જોવા માટે યુટયુબ પર લોકપ્રિય પાકિસ્તાની ચેનલો ખોલવાની કોશિશ કરશો, ત્યારે એક મેસેજ દેખાશે. આ કન્ટેન્ટ હાલમાં તમારી કન્ટ્રીમાં અવેલેબલ નથી કારણ કે સરકારે રાષ્ટ્રીય સુરક્ષાને ટાંકીને આ આદેશ આપ્યો છે.(૩૮.)
(11:25 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
