<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 1st May 2025

છા ગયે ગુરુ! નવજોતસિંહ સિદ્ધુએ શરૂ કરી નવી ઇનિંગઃ હવે યુટયુબ પર આપશે ‘ગુરુમંત્ર'

યૂટયૂબ ચેનલ લોન્‍ચ કરવાની જાહેરાત ...આ પ્‍લેટફોર્મ નવજોતસિંહ સિદ્ધુની લાઇફસ્‍ટાઇલ દેખાડશે

ચંદીગઢ,તા.૦૧: નવજોત સિંહ સિદ્ધુના જીવનના નવા અધ્‍યાય પરથી પડદો ઉઠી ગયો છે. નવજોત સિંહ સિદ્ધુએ પોતાની યૂટયૂબ ચેનલ લોન્‍ચ કરવાની જાહેરાત કરી છે. બુધવારે પ્રેસ કોન્‍ફરન્‍સ કરીને સિદ્ધુએ કહ્યું કે, હું જીવનમાં એક નવો અધ્‍યાય શરૂ કરી રહ્યો છું. પહેલીવાર હું આત્‍મનિર્ભર બનીને આ વાત કહી રહ્યો છું. તેમણે કહ્યું કે આ ચેનલ પર બધું જ હશે, પરંતુ રાજનીતિ નહીં હોય. હું આ મંચને ઘણો સમય આપીશ.

પૂર્વ ક્રિકેટર અને રાજનેતા નવજોત સિંહ સિદ્ધુએ સોશિયલ મીડિયા પ્‍લેટફોર્મ એક્‍સ પર પોસ્‍ટ કરીને જીવનના એક નવા અધ્‍યાયની શરૂઆતની જાહેરાત કરી હતી. નવજોત સિંહ સિદ્ધૂએ પ્રેસ કોન્‍ફરન્‍સ દ્વારા આ અધ્‍યાયની જાહેરાત કરવાની વાત કહી હતી, જે બાદ તેમના ભારતીય જનતા પાર્ટીમાં ફરીથી જોડાવાની અથવા નવું સંગઠન બનાવવાની અટકળો ચાલી રહી હતી. હવે નવજોત સિંહ સિદ્ધુના જીવનના નવા અધ્‍યાય પરથી પડદો ઉઠી ગયો છે.

નવજોત સિંહ સિદ્ધુએ પોતાની યૂટયૂબ ચેનલ લોન્‍ચ કરવાની જાહેરાત કરી છે. બુધવારે પ્રેસ કોન્‍ફરન્‍સ કરીને સિદ્ધુએ કહ્યું કે, હું જીવનમાં એક નવો અધ્‍યાય શરૂ કરી રહ્યો છું. પહેલીવાર હું આત્‍મનિર્ભર બનીને આ વાત કહી રહ્યો છું. તેમણે કહ્યું કે આ ચેનલ પર બધું જ હશે, પરંતુ રાજનીતિ નહીં હોય. હું આ મંચને ઘણો સમય આપીશ.

પંજાબ કોંગ્રેસના પૂર્વ અધ્‍યક્ષ સિદ્ધુએ ‘Navjot Sidhu Official' નામની યૂટયૂબ ચેનલ શરૂ કરવાની જાહેરાત કરી અને કહ્યું કે આ ચેનલ પર હું મારા જીવન સાથે જોડાયેલી દરેક વાત શેર કરીશ, પરંતુ તેમાં રાજનીતિ નહીં હોય. તેમણે આગળ કહ્યું કે મેં ક્રિકેટ રમ્‍યું, ક્રિકેટ મેચોની કોમેન્‍ટ્રી કરી, કોમેડી શો કર્યા. આ પ્‍લેટફોર્મ નવજોત સિંહ સિદ્ધુની લાઇફસ્‍ટાઇલ દેખાડશે.

નવજોત સિંહ સિદ્ધુએ કહ્યું કે, હું મારા પહેરવેશ વિશે પણ વાત કરીશ. મારી દીકરી આ ચેનલની ક્રિએટિવ ડિરેક્‍ટર હશે. તેમણે કહ્યું કે મારી ચેનલ પર લાઇફસ્‍ટાઇલ, ક્રિકેટ, કપડાં અને મોટિનેશનલ કન્‍ટેન્‍ટ હશે. પંજાબની રાજનીતિની દિશા અંગેના સવાલ પર સિદ્ધુએ કહ્યું કે પંજાબની જનતા નક્કી કરશે કે તે સાચી દિશામાં છે કે નહીં. તેમણે કહ્યું કે એ દુઃખદ છે કે ઘણા લોકો રાજનીતિને વ્‍યવસાય બનાવી રહ્યા છે. એક સવાલના જવાબમાં સિદ્ધૂએ કહ્યું કે હું રાજનીતિમાં પાછો આવીશ કે નહીં, એ સમય બતાવશે.(૪૦.૫)

(9:59 AM IST)