News of Thursday, 1st May 2025
ટ્રમ્પનો ટેરિફ દાવ ઉલટો પડયો! અમેરિકાના અર્થતંત્રમાં ત્રણ વર્ષમાં પહેલી વાર ઘટાડોઃ મંદીના સંકેતો
અમેરિકા વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. પરંતુ પ્રથમ ક્વાર્ટરમાં તેમાં ઘટાડો થયો : પ્રથમ ક્વાર્ટરમાં દેશની અર્થવ્યવસ્થામાં ૦.૩ ટકાનો ઘટાડો થયોઃ આનાથી અમેરિકામાં ફરી મંદીની આશંકા વધી ગઈ છે.સતત બે ત્રિમાસિક ગાળામાં વળદ્ધિમાં ઘટાડો થવાને મંદી કહેવામાં આવે છે

વોશીંગ્ટન,તા.૦૧: અમેરિકાના અર્થતંત્રમાં પ્રથમ ક્વાર્ટરમાં ૦.૩%નો ઘટાડો થયો છે. ત્રણ વર્ષમાં આ પહેલી વાર છે જ્યારે ઘટાડો નોંધવામાં આવ્યો છે. આનું કારણ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ નીતિને ગણાવવામાં આવી રહી છે. વાણિજ્ય વિભાગના બ્યુરો ઓફ ઇકોનોમિક એનાલિસિસ અનુસાર, છેલ્લા ક્વાર્ટરમાં GDP વાર્ષિક ધોરણે ૦.૩% ઘટયો હતો. ET અનુસાર, મંગળવારે જાહેર કરાયેલા ડેટા દર્શાવે છે કે રેકોર્ડ આયાતને કારણે માર્ચમાં માલસામાન વેપાર ખાધમાં તીવ્ર વધારો થયો છે. આના કારણે મોટાભાગના અર્થશાષાીઓએ તેમના GDP અંદાજ ઘટાડ્યા. ચોથા ક્વાર્ટરમાં અર્થતંત્ર ૨.૪% ના દરે વધ્યું. ટ્રમ્પના કાર્યકાળના પ્રથમ ૧૦૦ દિવસોની સાથે, આ અહેવાલમાં તેમની આર્થિક નીતિઓ પ્રત્યે અમેરિકનોમાં ગુસ્સો પણ દર્શાવવામાં આવ્યો છે. ઊંચા ખર્ચથી બચવા માટે ઉદ્યોગપતિઓ મોટા પ્રમાણમાં માલની આયાત કરી રહ્યા હોવાથી અર્થતંત્ર પર પ્રતિકૂળ અસર પડી છે.
જીડીપી રિપોર્ટ જાહેર થયા પછી, યુએસ શેરબજારમાં પણ ઘટાડો જોવા મળ્યો. છેલ્લા ઘણા મહિનાઓથી, ટ્રમ્પ સરકારની ટેરિફ નીતિએ વિશ્વમાં અનિ?તિતા વધારી છે. ઉપરાંત, ચીન સાથેનું વેપાર યુદ્ધ ચરમસીમાએ છે. મોટાભાગના અર્થશાષાીઓ કહે છે કે ટ્રમ્પ વૈશ્વિક વેપારમાં જે ફેરફારો લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે તેનાથી અમેરિકામાં ફુગાવો અને મંદી આવવાની શકયતા છે. સતત બે ત્રિમાસિક ગાળામાં ફુગાવામાં ઘટાડો થવાને મંદી કહેવામાં આવે છે. જોકે, રાષ્ટ્રપતિએ આ ભયને નકારી કાઢયા છે. તેમનું કહેવું છે કે અમેરિકા ફરી તેજી કરશે પરંતુ આ માટે આપણે બિડેનના હેંગઓવરમાંથી બહાર નીકળવું પડશે.
આયાતમાં મોટો ઉછાળો
આમાં થોડો સમય લાગશે, ટ્રમ્પે બુધવારે સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું. આનો ટેરિફ સાથે કોઈ સંબંધ નથી. અમને આ બિડેન પાસેથી મળ્યું. પણ આપણે ફરી તેજી કરીશું. ધીરજ રાખો, કોઈ આપણી સાથે સ્પર્ધા કરી શકશે નહીં. પ્રથમ ક્વાર્ટરમાં યુએસ આયાતમાં તીવ્ર વધારો થયો છે. ટ્રમ્પના ટેરિફથી બચવા માટે અમેરિકન કંપનીઓએ ભારે આયાત કરી. ગયા વર્ષના ચોથા ક્વાર્ટરમાં આયાતમાં ૧.૯ ટકાનો ઘટાડો થયો હતો, જ્યારે આ વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં તેમાં ૪૧.૩ ટકાનો વધારો થયો છે. આ સમયગાળા દરમિયાન, નિકાસમાં ૧.૮ ટકાનો નજીવો વધારો થયો.(૪૦.૮)
(9:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
