News of Thursday, 1st May 2025
વૃક્ષ પર ડાન્સ કરતી કાશ્મીરી કન્યા જોઈ?

શ્રીનગર,તા.૦૧: કાશ્મીરની એક કન્યા સોશ્યલ મીડિયા પર વાઇરલ થવા માટે જાતજાતના અખતરા કરતી જોવા મળે છે. ડાન્સની શોખીન ઉષા નાગવંશી નામની કન્યા કયારેક ઢોળાવવાળા છાપરા પર ચડીને બૉલીવુડનાં ગીતો પર ડાન્સ કરતી જોવા મળે છે તો કયારેક પાણીની ટાંકી પર ચડી જાય છે. તાજેતરમાં તે કાશ્મીરની હસીન વાદીઓ વચ્ચે વળક્ષ પર ચડીને ડાન્સ કરે છે. પાનખરને કારણે પાન ખરી ગયેલાં હોય એવા વળક્ષના પાતળા થડ પર તે સંતુલન રાખીને ઊભી છે અને બોલીવુડના ‘ઝલ્લા વલ્લાહ... ' ગીત પર ડાન્સ કરે છે. આ પાતળા થડ પર ઊભા રહેવું એ જ ચેલેન્જ છે. તેને ડાન્સ કરતી જોઈને કેટલાકને કન્યાની બહાદુરી નજરે પડી તો કેટલાકને કાશ્મીરનું સૌંદર્ય વધુ ગમ્યું.(૪૦.૧૧)
(9:56 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
