News of Thursday, 1st May 2025
આજે શેરબજારમાં રજા : મહારાષ્ટ્ર દિવસ નિમિત્તે BSE અને NSE બંધ રહેશે
ડેરિવેટિવ્ઝ, ઇક્વિટી અને કરન્સી ડેરિવેટિવ્ઝમાં પણ ટ્રેડિંગ બંધ : કોમોડિટી ડેરિવેટિવ્ઝમાં સવારનો સત્ર બંધ રહેશે

મુંબઈ: મહારાષ્ટ્ર દિવસની ઉજવણી નિમિત્તે આજે, 1 મે ના રોજ બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) બંધ રહેશે. આ જાહેર રજાના કારણે શેરબજારમાં ડેરિવેટિવ્ઝ, ઇક્વિટી, સિક્યોરિટીઝ લેન્ડિંગ એન્ડ બોરોઇંગ સ્કીમ (SLBs), કરન્સી ડેરિવેટિવ્ઝ અને વ્યાજ દર ડેરિવેટિવ્ઝમાં કોઈ ટ્રેડિંગ થશે નહીં.
આ ઉપરાંત, કોમોડિટી ડેરિવેટિવ્ઝ સેગમેન્ટ પણ આજે સવારના સત્રમાં એટલે કે સવારે 9:00 વાગ્યાથી સાંજે 5:00 વાગ્યા સુધી બંધ રહેશે. જો કે, કોમોડિટી ડેરિવેટિવ્ઝમાં ટ્રેડિંગ સાંજના સત્રમાં એટલે કે સાંજે 5:00 વાગ્યાથી રાત્રે 11:55 વાગ્યા સુધી રાબેતા મુજબ ચાલુ રહેશે.
BSE અને NSE પર શેરબજારમાં ટ્રેડિંગ આવતીકાલે, 2 મે (શુક્રવાર) થી ફરી શરૂ થશે. રોકાણકારો અને ટ્રેડર્સે આ રજાને ધ્યાનમાં રાખીને તેમની ટ્રેડિંગ યોજનાઓ ગોઠવવા વિનંતી છે.
(8:14 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
