News of Sunday, 27th April 2025
નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (NDMA) દ્વારા લોન્ચ કરવામાં આવેલી આ એપ કુદરતી આફતો પહેલા લોકોને માહિતી આપશેઃ પીએમ મોદીએ તમામ દેશવાસીઓને આ એપનો ઉપયોગ કરવાની અપીલ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે મન કી બાતના 121મા એપિસોડને સંબોધિત કર્યું

નવી દિલ્હીઃ પહેલગામ આતંકી હુમલા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે મન કી બાત કાર્યક્રમને સંબોધિત કર્યો હતો. પીએમ મોદીએ તેની શરૂઆત પણ પહેલગામ હુમલાથી કરી હતી, ત્યારબાદ તેમણે ઈસરોના મહાન વૈજ્ઞાનિક ડૉ. કસ્તુરીરંગનના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. આ સંબંધમાં પીએમ મોદીએ દેશવાસીઓને અપીલ કરી હતી કે દરેક વ્યક્તિએ પોતાના ફોનમાં 'સેચેટ એપ' રાખવી જોઈએ.
ગયા મહિને મ્યાનમારમાં આવેલા ભૂકંપનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ કહ્યું કે ભારતીય બચાવ દળોએ ઓપરેશન બ્રહ્મા હેઠળ મ્યાનમાર અને થાઈલેન્ડમાં કાટમાળમાંથી ઘણા લોકોને બચાવ્યા. આવી કુદરતી આફતોથી બચવા માટે ભારતમાં 'Sachet એપ' લોન્ચ કરવામાં આવી છે.
(3:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
