News of Sunday, 27th April 2025
ભારતની સૌથી વધુ પૈસાદાર અભિનેત્રી જુહી ચાવલાના પતિ જય મહેતા 4171 કરોડની મલ્ટીનેશનલ કંપનીના CEO છેઃ તેમને વારસામાં મળ્યો છે બીઝનેસ
જય મહેતા લાઈમ લાઈટથી દુર રહે છે આઈપીએલ ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સના કો-ઓનર પણ છે.

મુંબઇઃ ઈન્ડિયન પ્રીમિયર લીગની 18મી સીઝન ચાલી રહી છે અને સ્ટેડિયમ પણ ચાહકોથી તમને ખીચોખીચ ભરેલું જોવા મળતું હશે. ક્રિકેટનો ફીવર આજે આખા દેશમાં છવાયેલો છે પરંતુ એક વ્યક્તિ છે જે લાઈમલાઈટથી દુર રહે છે. આઈપીએલની ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સનો કો-ઓનર પણ છે.
4171 કરોડની મલ્ટીનેશનલ કંપનીનો CEO જય મહેતા બિઝનેસની દુનિયામાં મોટું નામ છે. મહેતા ગ્રુપના અધ્યક્ષ છે. આ કંપનીની દેશ-વિદેશમાં અનેક મોટી બ્રાન્ચ છે. જય મહેતાની કંપની સીમેન્ટ, બિલ્ડિંગ મટેરિયલ, કપડાંથી લઈ એન્જિયનરિંગ સેક્ટરમાં કામ કરે છે.તેની કંપનીની નેટવર્થ 5000 મિલિયન ડોલરથી પણ વધારે છે.
મુંબઈ સિવાય જય મહેતાની કંપની સાઉથ આફ્રિકા, કેનેડા અને અમેરિકામાં પણ છે. જેમાં 15000થી વધુ લોકો કામ કરે છે. જય મહેતાનો આ બિઝનેસ તેના દાદા-નાના કાલિદાસ મહેતાના વારસામાંથી મળ્યો છે. જેની શરુઆત 20મી સદીમાં થઈ હતી.
આ પછી, જય મહેતાએ કોલંબિયા યુનિવર્સિટીમાંથી સાયન્સમાં સ્નાતકની ડિગ્રી મેળવી, ત્યારબાદ IMD સ્વિટ્ઝર્લૅન્ડમાંથી MBA કર્યું અને પછી પોતાના કૌટુંબિક વ્યવસાયને આગળ ધપાવ્યો. ઈન્ડિયન પ્રીમયિર લીગમાં કોલકાતા નાઈટ રાઈડર્સના ઓનર શાહરુખ ખાનની સાથે જય મહેતા પણ કો-ઓનર છે. જુહી ચાવલા પણ કો-ઓનર છે
હુરુનની યાદી તાજેતરમાં જ બહાર પાડવામાં આવી હતી. જેમાં જુહી ચાવલાનું નામ સૌથી વધુ પૈસાદાર અભિનેત્રીઓની યાદીમાં છે. તેમની કુલ સંપત્તિ 4600 કરોડ રૂપિયા છે. જય મહેતા અને જુહી ચાવલાએ 1995માં લગ્ન કર્યા હતા. તેમને 2 બાળકો છે.
(2:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
