<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 22nd April 2025

અમેરિકી પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ પહેલગામ હુમલા અંગે નરેન્દ્રભાઈ સાથે ટૂંક સમયમાં ફોન પર વાતચીત કરશે

સાઉદી અરેબિયાના વિદેશ મંત્રાલયે પહેલગામ હુમલાની નિંદા કરી અને ભારત સાથે સંપૂર્ણ સમર્થન વ્યક્ત કર્યું: કહ્યું કે “અમે વડાપ્રધાન મોદીના નિર્ણયને સમજીએ છીએ અને ભારતની આ મુશ્કેલ ઘડીમાં તેમની સાથે ઊભા છીએ.”

જેદ્દા/વોશિંગ્ટન:વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સાઉદી અરેબિયાનો બે દિવસનો પ્રવાસ અધવચ્ચે ટૂંકાવી દીધો છે. જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાને પગલે તેઓ આજે જેદ્દાથી ભારત પરત ભરી રહ્યા છે ત્યારે આ ઘટના અંગે યુએસ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ વડાપ્રધાન મોદી સાથે ફોન પર ચર્ચા કરશે એમ વ્હાઇટ હાઉસે જણાવ્યું છે.


વ્હાઇટ હાઉસના નિવેદન અનુસાર, પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ આજે વડાપ્રધાન મોદી સાથે ફોન પર વાત કરવાના છે, જેમાં પહેલગામ હુમલા અને ભારત-યુએસ વચ્ચે આતંકવાદ વિરુદ્ધ સહકારની ચર્ચા થવાની સંભાવના છે.


વ્હાઇટ હાઉસના પ્રવક્તાએ જણાવ્યું, “પ્રેસિડેન્ટ ટ્રમ્પ આ હુમલાને લઈને ભારતની સાથે સંપૂર્ણ સમર્થન વ્યક્ત કરશે અને બંને નેતાઓ આતંકવાદ સામે સંયુક્ત લડતને મજબૂત કરવા ચર્ચા કરશે.”


બંને નેતાઓ અગાઉ પણ આતંકવાદ વિરુદ્ધ સહકાર અંગે ચર્ચા કરી ચૂક્યા છે, જેમાં ૨૦૧૭માં ટ્રમ્પે હિઝબુલ મુજાહિદ્દીનના નેતા સૈયદ સલાહુદ્દીનને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવાનો નિર્ણય લીધો હતો.


ટ્રમ્પ અને મોદીએ અગાઉ ૨૦૧૭માં વ્હાઇટ હાઉસમાં મુલાકાત દરમિયાન આતંકવાદને રોકવા માટે સંયુક્ત પગલાંની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. આજની ફોન વાતચીતમાં બંને નેતાઓ કાશ્મીરમાં શાંતિ અને સ્થિરતા જાળવવા તેમજ આતંકવાદી સંગઠનો સામે કડક કાર્યવાહી માટે ચર્ચા કરે તેવી શક્યતા છે.

 

સાઉદી અરેબિયાના વિદેશ મંત્રાલયે પહેલગામ હુમલાની નિંદા કરી અને ભારત સાથે સંપૂર્ણ સમર્થન વ્યક્ત કર્યું છે. સાઉદી સરકારે જણાવ્યું કે, “અમે વડાપ્રધાન મોદીના નિર્ણયને સમજીએ છીએ અને ભારતની આ મુશ્કેલ ઘડીમાં તેમની સાથે ઊભા છીએ.”

 

(11:33 PM IST)