તા. ૨૭ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા વદ - ૧૦, શુક્રવાર
News of Wednesday, 16th April 2025
હવે માર્કેટમાં આવશે અસલી તેજી! ૧૨ ટકા ઉછળશે શેરબજાર
ગોલ્ફાઈ રિપોર્ટ અનુસાર નાણાકીય વર્ષ ૨૦૨૬માં શેરબજાર ૧૨% સુધી વધશે, નિફ્ટી ૮-૧૦% અને સેન્સેક્સ ૮-૧૨% વાર્ષિક વળતર આપી શકે છે ધાર્મિક અને તબીબી પર્યટનમાં પણ વધારો થવાની અપેક્ષા છે, ૧૦-૧૨ ટકાનો વધારો થવાનો અંદાજ

નવી દિલ્હી, તા.૧૬: ગત અઠવાડિયે શેર માર્કેટમાં તેજી જળવાઈ રહી હતી. BSE સેન્સેક્સમાં ૫૦૯.૪૧ પોઈન્ટ્સ એટલે કે ૦.૬૬ ટકાનો વધારો અને નેશનલ સ્ટોક એક્સચેન્જના નિફ્ટીમાં ૧૬૮.૯૫ પોઈન્ટ્સ એટલે કે ૦.૭૨ ટકાનો વધારો જોવા મળ્યો હતો. સ્મોલકેસ મેનેજર ગોલફાઇના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે નાણાંકીય વર્ષ ૨૦૨૬માં શેર માર્કેટથી રોકાણકારોને જોરદાર કમાણી થશે. રિપોર્ટ અનુસાર, બેન્ચમાર્ક ઇન્ડેક્સ નિફ્ટી નાણાંકીય વર્ષ ૨૦૨૬માં ૮-૧૦ ટકા સુધી એન્યુઅલ રિટર્ન આપી શકે છે. જ્યારે સેન્સેક્સમાં ૮-૧૨ ટકા સુધીનો વધારો થશે.
ગોલફાઇનું કહેવું છે કે ડોમેસ્ટિક ફોકસ્ડ કંપનીઓ અમેરિકન ટેરિફ વધારા કે કમોડિટી વેલ્યુ ઈન્ફ્લેશન જેવા રિસ્ક ઘટાડવા માટે સારી સ્થિતિમાં છે. લાર્જકેપ પ્રાઇવેટ બેંકોથી નાણાંકીય વર્ષ ૨૦૨૬માં ૧૪-૧૬ ટકાનો ક્રેડિટ ગ્રોથ દેખાય તેવી આશા છે. આ રિપોર્ટમાં માર્ચ ૨૦૨૬ સુધી વર્તમાન સ્તરેથી ૧૨-૧૬ ટકાના વધારાનો અંદાજ લગાવવામાં આવ્યો છે. જેનો અર્થ છે કે ૨૫ માર્ચ, ૨૦૨૫થી આગામી ૧૨ મહિનાઓમાં ૮-૧૦ ટકા વાર્ષિક રિટર્નની સંભાવના છે.
ગોલફાઇના રિપોર્ટ અનુસાર, સેક્સેક્સ માટે અંદાજિત વધારો ૧૪-૧૮ ટકા છે, જેનો અર્થ છે કે આ જ સમયગાળામાં ૮-૧૨ ટકા વાર્ષિક રિટર્ન મળી શકે છે. ગોલફાઇના સંસ્થાપક અને CEO રોબિન આર્ય અનુસાર, નિફ્ટી અને સેન્સેક્સનો આ વધારો આવકના ગ્રોથના કારણે મજબૂતીનો સંકેત આપે છે. તેમણે કહ્યું કે, ગ્લોબલ અને સ્થાનીય કારકોનું કોમ્બિનેશન અને FII ફ્લોની વાપસી ઉચ્ચ ગ્રોથ પ્રાપ્ત કરવામાં મદદ કરશે.
રિપોર્ટ અનુસાર, ધાર્મિક પર્યટન પર ધ્યાન આપવું જોઈએ. કોરોનાકાળ પહેલાં વાર્ષિક ૩૦૦ મિલિયનથી વધુ ઘરેલુ તીર્થયાત્રીઓ આવતા હતા, તેમાં ૧૦-૧૨ ટકાનો વધારો થવાનો અંદાજ છે. મેડિકલ ટુરિઝમ સેગમેન્ટમાં ૧૮-૨૦ ટકા CAGRના વધારાનો અંદાજ છે, જે વર્ષ ૨૦૨૬ સુધીમાં ૧૩-૧૫ બિલિયન ડોલરના માર્કેટ સુધી પહોંચી જશે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ઈન્ફ્રાસ્ટ્રકચરમાં રોકાણ (૨૦૩૦ સુધીમાં ૧૦૦ નવા એરપોર્ટ્સ, ૮-૧૦ ટકા વાર્ષિક રોડ વિસ્તાર) કનેક્ટિવિટી વધારે છે, જેનાથી મોટાપાયે સમર્થન મળે છે. ગ્રામીણ ડિમાન્ડમાં વાર્ષિક ધોરણે ૫-૭ ટકાનો વધારો થવાની આશા છે અને શહેરી ખર્ચમાં ૬-૮ ટકાનો વધારો થશે. કેપિટલ એક્સ્પેન્ડિચર સાયકલમાં મોટા ગ્રોથનું અનુમાન છે, પર્સનલ કેપિટલ એક્સ્પેન્ડિચરમાં વાર્ષિક ધોરણે ૧૨-૧૪ ટકાનો વધારો થાય તેવી આશા છે. (રર.૭)
(10:38 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
