News of Tuesday, 15th April 2025
અમરનાથ યાત્રા માટે ભારે ઉત્સાહનો માહોલ: બીઆરઓ રસ્તા તૈયાર કરવામાં યુદ્ધના ધોરણે કાર્યરત
રજીસ્ટ્રેશન શરૂ: જમ્મુ-કાશ્મીરમાં અમરનાથ યાત્રા માટેના નોંધણી કાર્યાલયોમાં લોકોની ભીડ: લોકોની લાંબી કતારો લાગી

જમ્મુ: અમરનાથ યાત્રા એટલે બાબા બર્ફાનીના દર્શન માટેની યાત્રા માટે નોંધણી શરૂ થઈ ગઈ છે. નોંધણી શરૂ થતાં જ જમ્મુ-કાશ્મીરમાં અમરનાથ યાત્રા માટેના નોંધણી કાર્યાલયોમાં લોકોની ભીડ જોવા મળી. તસવીરોમાં લોકો લાંબી-લાંબી કતારોમાં ઊભેલા દેખાયા. નોંધણી દરમિયાન લોકોનું આરોગ્ય તપાસવામાં આવ્યું. આ દરમિયાન, અમરનાથ યાત્રા માટે રસ્તા તૈયાર કરવામાં સીમા સડક સંગઠન (બીઆરઓ) પણ જોડાઈ ગયું છે.
એક શ્રદ્ધાળુએ જણાવ્યું કે, “હું બીજી વખત અમરનાથ યાત્રા માટે આવ્યો છું. હું આ માટે ખૂબ ખુશ છું.” જ્યારે ૧૩થી ૭૦ વર્ષની ઉંમરના શ્રદ્ધાળુઓ જ યાત્રા માટે નોંધણી કરાવી શકે છે. ૬ અઠવાડિયાથી વધુ સમયની ગર્ભવતી મહિલાઓને યાત્રાની મંજૂરી નથી. શ્રદ્ધાળુઓના ઉત્સાહ અને સરકારની તૈયારીઓને જોતાં આ વખતની અમરનાથ યાત્રા વધુ ભવ્ય અને સુરક્ષિત રહેવાની અપેક્ષા છે.
બીજી બાજુ, બીઆરઓ બાલટાલ રૂટ પર બરફ હટાવવાનું કામ કરી રહ્યું છે. આ રૂટ પવિત્ર ગુફા સુધી પહોંચવાનો મુખ્ય માર્ગ છે. બીઆરઓના કર્મચારીઓ બરફ હટાવવામાં સખત મહેનત કરી રહ્યા છે જેથી લાખો શ્રદ્ધાળુઓની યાત્રા સુરક્ષિત અને આરામદાયક બને. યાદ રહે કે બાબા બર્ફાનીના દર્શન માટે શ્રદ્ધાળુઓએ ૧૨,૭૫૬ ફૂટની ઊંચાઈએ ચઢવું પડે છે.
(8:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
