News of Tuesday, 15th April 2025
અમેરિકામાં હિંદુઓ માટેનું સૌથી પહેલું સ્મશાન ગૃહ શિકાગોમાં બનશે

શિકાગોમાં ૪.૬ એકરમાં બનાવાશે હિંદુઓ માટેનું સ્મશાન ગૃહઃ આ સ્મશાન ગૃહ બનાવવાનો ખર્ચ ૫ મિલીયન ડોલર થવાનો અંદાજ છેઃ સ્મશાન ગૃહનો બધો ખર્ચ હિંદુ કોમ્યુનિટી જ ઉઠાવવાની છે
અમેરિકામાં લાખો હિંદુઓ રહે છે પણ તેમના માટે અલગ સ્મશાન ગૃહ નથી. તેથી તેમને બીજા ધર્મના સ્મશાન ગળહમાં સ્વજનોની અંતિમ વિધિ કરવી પડે છે. વળી, અમેરિકામાં અંતિમ વિધિ કરવામાં ઘણા દિવસ સુધી રાહ જોવી પડે છે અને તેનો ખર્ચ પણ વધારે થાય છે
શિકાગો,તા.૧૫: અમેરિકામાં લાખો ઈન્ડિયન્સ રહે છે અને તેમાં હિંદુઓની સંખ્યા ઘણી મોટી છે. એક અંદાજ મુજબ અમેરિકામાં હાલમાં ૨.૫ મિલિયન્સથી વધુ હિંદુઓ રહે છે. હિંદુઓની આટલી મોટી સંખ્યા હોવા છતાં અમેરિકામાં હિંદુઓ માટે અલગ એક પણ સ્મશાન ગળહ નથી. જોકે, હવે શિકાગોમાં હિંદુઓ માટે અમેરિકાનું પહેલું સ્મશાન ગળહ બનવા જઈ રહ્યું છે. હિંદુ કોમ્યુનિટીના સપોર્ટથી તૈયાર કરવામાં આવનારા આ સ્મશાન ગળહમાં સસ્તા દરે અંતિમ વિધિની સગવડો પૂરી પાડવામાં આવશે. આ સ્મશાન ગળહ બનાવવાનો ખર્ચ ૫ મિલિયન ડોલર થવાનો અંદાજ છે અને બધો ખર્ચ હિંદુ કોમ્યુનિટી જ ઉપાડવાની છે. આ સ્મશાન ગળહ બનાવવા પ્રોજેક્ટ માટે એક ટ્રસ્ટ પણ બનાવાયું છે.
અમેરિકામાં હિંદુઓ માટે કોઈ અલગ સ્મશાન ગળહ ન હોવાથી સ્વજનોની અંતિમ વિધિ અન્ય ધર્મોના સ્મશાન ગળહમાં કરવી પડે છે. જ્યાં હિંદુ પરંપરા અને વિધિઓ મુજબ અંતિમ સંસ્કાર કરવા દેવાતા નથી. તેમજ અંતિમ વિધિ માટે લાંબો સમય રાહ જોવી પડે છે અને અંતિમ વિધિનો ખર્ચ પણ ઘણો વધારે થાય છે. જેના કારણે સ્વજનના મોતથી શોકગ્રસ્ત પરિવાર પર આર્થિક બોજ પણ પડે છે. આ સમસ્યાઓને દૂર કરવા માટે કેટલાક લોકો આગળ આવ્યા હતા અને મળતકના હિંદુ પરંપરા મુજબ અંતિમ સંસ્કાર કરી શકાય તે માટે સ્મશાન ગળહ બનાવવાનો નિર્ણય કર્યો હતો.
અમદાવાદ મીરરને ટ્રસ્ટના વાઈસ પ્રેસિડન્ટ નિતિન પટેલે જણાવ્યું હતું કે, ઈલિનોય સ્ટેટના શિકાગોમાં ૪.૬ એકર જમીનમાં બે સ્મશાન અને ૪૦૦ લોકો સમાઈ શકે તેવી ક્ષમતા ધરાવતા બે હોલ બનાવાશે. તેમાં મંદિર અને ર્પાકિંગની પૂરતી જગ્યા પણ હશે. તેમણે કહ્યું હતું કે, અહીં લોકો તેના પ્રિયજનને સંપૂર્ણ રીતિ-રિવાજો અને પરંપરા સાથે સન્માનપૂર્વક અંતિમ વિદાય આપી શકશે. સ્મશાનના ઘાટની ડિઝાઈન પર વિશેષ ધ્યાન અપાયું છે અને તેના ટોપ પરનું શ્રી યંત્ર આપણી માન્યતાઓને દર્શાવે છે.
તેમણે જણાવ્યા મુજબ, અમેરિકામાં સ્વજનની અંતિમ વિધિ માટે પરિવારે લગભગ ૫,૦૦૦ ડોલર જેટલો મોટો ખર્ચ કરવો પડે છે. તેમણે કહ્યું કે, તેમની યોજના અફોર્ડેબલ સર્વિસ પૂરી પાડવાની છે. લોકોને મોંઘા ભાવું કાસ્કેટ ખરીદવું ન પડે તે માટે તેમને તે ડિસ્પોઝેબલ કન્ટેનર સાથે ભાડે આપવામાં આવશે. તેમણ કહ્યું હતું કે, તાજેતરના વર્ષોમાં અમેરિકામાં અંતિમ વિધિનો ખર્ચ ૩૦ ટકા વધી ગયો છે.
અસ્થિ વિસર્જન માટે વ્યવસ્થા ઊભી કરવાની પણ ટ્રસ્ટની યોજના છે. બિલ્ડિંગમાં અસ્થિઓ રાખવા માટે ખાસ જગ્યા બનાવાશે અને જ્યારે મળતકના સંબંધીઓ અંતિમ સંસ્કાર પછીની વિધિ કરવા આવશે ત્યારે અસ્થિઓ મેળવી શકશે.(૪૦.૬)
(1:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
